શોધખોળ કરો
Appleની ‘વન મૉર થિંગ’ ઇવેન્ટ છે આજે, જાણો કઇ પ્રૉડક્ટ્સ થશે લૉન્ચ, ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ
કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે એપલ 2020ની આ ત્રીજી ઇવેન્ટમાં પોતાના મેકબુક મૉડલને લૉન્ચ કરી શકે છે, જે એપલ સિલકૉન પર બેઝ્ડ છે. આ અગાઉ આઇફોન 12 સીરીઝ સાથે અન્ય પ્રૉડક્ટ્સને લૉન્ચ કરી ચૂકી છે

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ આજે પોતાની વધુ એક વર્ચ્યૂઅલ ઇવેન્ટ ‘વન મૉર થિંગ’ આયોજિત કરી રહ્યું છે. ભારતીય સમાયાનુસાર આ કાર્યક્રમ રાત્રે 11.30 વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે વર્ષની આ એપલની ત્રીજી ઇવેન્ટ છે. કંપનીએ સપ્ટેમ્બર મહિનામાં એક ઇવેન્ટ આયોજિત કરી હતી, બીજી ઇવેન્ટ ઓક્ટોબર મહિનામાં આયોજિત કરી હતી. કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે એપલ 2020ની આ ત્રીજી ઇવેન્ટમાં પોતાના મેકબુક મૉડલને લૉન્ચ કરી શકે છે, જે એપલ સિલકૉન પર બેઝ્ડ છે. આ અગાઉ આઇફોન 12 સીરીઝ સાથે અન્ય પ્રૉડક્ટ્સને લૉન્ચ કરી ચૂકી છે. એપલે આ વર્ષની શરૂઆતમાં WWDC 2020માં ઇન્ટેલ પ્રૉસેસર પર પોતાના ઇન-હાઉસ ચિપ્સમાં ટ્રાન્ઝેક્શનની યોજનાની જાહેરાત કરી હતી, જોકે કંપનીને નવા હાર્ડવેરને શોકેસ કરવાનુ બાકી છે, જેમાં આની મૂળ ચિપ છે. એપલ પાર્કમાં છે ઇવેન્ટ આજે એપલ ઇવેન્ટ સવારે 10 સવારે (11:30 વાગે IST) શરૂ થશે, છેલ્લા બે હાર્ડવેર-ફોક્સ્ડ ઇવેન્ટ તથા WWDC 2020ની જેમ આજની ઇવેન્ટ પણ વર્ચ્યૂઅલી એપલ પાર્કમાં જ આયોજિત કરવામાં આવી રહી છે. એપલ આ ઇવેન્ટ સાઇટ અને એપલ ટીવીની સાથે સાથે યુટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમ કરશે. Appleની આ સ્પેશ્યલ ઇવેન્ટમાં કંપની ARM બેઝ્ડ MacBook Air અને MacBook Pro લૉન્ચ કરી શકે છે. આની જાહેરાત કંપનીએ પહેલાથી જ કરી દીધી છે. આ મેકમાં કંપનીએ ઇન્ટેલની જગ્યાએ એપલે પોતાની ચીપ આપી છે. ખાસ વાત છે કે વર્ષ 2005થી એપલ પોતાના મેકમાં ઇન્ટેલની ચીપનો યૂઝ કરતી આવી રહી છે. નવા મેકબુકમં એપલની A14 બાયૉનિક પ્રૉસેસર આપવામાં આવી શકે છે, જે પહેલાથી આઇફોન 12 સીરીઝમાં છે.
વધુ વાંચો




















