શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઇન્સ્ટાગ્રામ પર આવી રહ્યું છે જબરદસ્ત ફિચર, મેસેજ ઓટોમેટિક થઇ જશે ગાયબ, જાણો શું છે.....
વૉટ્સએપના Disappearing Message ફિચરમાં મોકલવામાં આવેલો મેસેજ સાત દિવસ બાદ આપોઆપ ડિલીટ થઇ જાય છે, વળી ઇન્સ્ટાગ્રામ પરના Vanish Mode ફિચર દ્વારા મેસેજને વાંચવાની સાથે તરતજ ગાયબ થઇ જાય છે. જો તમે આ ફિચરનો ઉપયોગ કરવા માંગતા હોય તો જાણી લો આને ઉપયોગ કરવાની આસાન રીત....
નવી દિલ્હીઃ જો તમે ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ છો તો જલ્દી તમને એક નવુ ફિચર મળવાનુ છે. ખરેખરમાં ઇન્સ્ટાગ્રામમાં પણ વૉટ્સએપના Disappearing Message ફિચર જવુ જ ફિચર Vanish Mode રિલીઝ કરવામાં આવશે. જે રીતે વૉટ્સએપ પર કોઇપણ મોકલેલો મેસેજ સાત દિવસની અંદર જ ડિલીટ થઇ જાય છે, તે રીતે હવે ઇન્સ્ટાગ્રામ પર પણ આપોઆપ ગાયબ થઇ જશે. જાણો આ નવા ફિચર વિશે.....
વૉટ્સએપના Disappearing Message ફિચરમાં મોકલવામાં આવેલો મેસેજ સાત દિવસ બાદ આપોઆપ ડિલીટ થઇ જાય છે, વળી ઇન્સ્ટાગ્રામ પરના Vanish Mode ફિચર દ્વારા મેસેજને વાંચવાની સાથે તરતજ ગાયબ થઇ જાય છે. જો તમે આ ફિચરનો ઉપયોગ કરવા માંગતા હોય તો જાણી લો આને ઉપયોગ કરવાની આસાન રીત....
આ રીતે ફિચર યૂઝ.....
જો તમે Vanish Mode યૂઝ કરવુ છે તો સૌથી પહેલા તમારે તમારુ ઇન્સ્ટાગ્રામ અપડેટ કરવુ પડશે.
હવે ઇન્સ્ટાગ્રામ પર કોઇપણ ચેટ વિન્ડો ખોલો, આ પછી ચેટના નીચેના ભાગમાં સ્વાઇપ -અપ કરીને થોડીક વાર હૉલ્ડ કરો.
આટલુ કર્યા બાદ Vanish Mode ઓન થઇ જશે.
હવે તમે જે પણ મેસેજ મોકલશો, તે મેસેજ વંચાઇ ગયા બાદ કે પછી ચેટ બંધ કરતા જ આપોઆપ ગાયબ થઇ જશે.
ઇન્સ્ટાગ્રામનુ આ ફિચર મેસેજ મોકલનાર અને મેસેજ રિસીવ કરનારા બન્ને માટે છે.
બંધ પણ કરી શકો છો Vanish Mode ફિચર....
Vanish Mode ફિચર બંધ કરવા માટે તમારે ફરીથી સ્વાઇપ અપ કરવુ પડશે.
સાથે જ ચેટ વિન્ડો બંધ કરવાથી પણ Vanish Mode ફિચર ઓફ થઇ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion