શોધખોળ કરો
PUBG અંગે આવ્યુ મોટુ અપડેટ, શું ભારતમાં PUBG મોબાઇલ ગેમની વાપસી થશે કે નહીં? જાણો વિગતે
સૂત્રો અનુસાર ગેમિંગના આ દિગ્ગજે દેશના હાઈ પ્રોફાઈલ સ્ટ્રીમર્સને સૂચિત કર્યા છે કે, આ વર્ષના અંત પહેલા ભારતમાં સેવા ફરી શરુ કરવાની આશા વ્યક્ત કરાઈ રહી છે
![PUBG અંગે આવ્યુ મોટુ અપડેટ, શું ભારતમાં PUBG મોબાઇલ ગેમની વાપસી થશે કે નહીં? જાણો વિગતે big updates on pubg mobile game return in india PUBG અંગે આવ્યુ મોટુ અપડેટ, શું ભારતમાં PUBG મોબાઇલ ગેમની વાપસી થશે કે નહીં? જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/08165127/PUBG-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
નવી દિલ્હી: યુવાનો વચ્ચે ક્રેઝ બની ચૂકેલી PUBG મોબાઈલ ગેમને લગભગ બે મહિના પહેલા સાઈબર સુરક્ષાને ધ્યાનમાં રાખી ભારતે ચીની એપની સાથે પ્રતંબિધ લગાવી દીધો હતો. સૂત્રો અનુસાર પબજી ભારતમાં ફરી વાપસી કરી શરે છે. પ્રાપ્ત જાણકારી અનુસાર PUBG Mobileની પેરેન્ટ સાઉથ કોરિયન કંપની છેલ્લા કેટલાક અઠવાડિયાથી ગ્લોબલ ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે વાતચીત કરી રહી છે.
કેન્દ્ર સરકારે યૂઝર્સના ડેટાને દેશની બહાર સ્ટોર કરવા પર ચિંતા વ્યક્ત કરતા કંપની ભારતના યૂઝર્સનું ડેટા ભારતમાં જ સ્ટોર કરવા માટે પાર્ટનર્સ સાથે વાત કરી રહી છે. સૂત્રો અનુસાર ગેમિંગના આ દિગ્ગજે દેશના હાઈ પ્રોફાઈલ સ્ટ્રીમર્સને સૂચિત કર્યા છે કે, આ વર્ષના અંત પહેલા ભારતમાં સેવા ફરી શરુ કરવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. કંપની આ ટૂંક સમયમાં ભારત માટે પોતાના ભવિષ્યની યોજનાઓ વિશે જાહેરાત કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, કંપની આગામી અઠવાડિયા દિવાળીના તહેવાર દરમિયાન દેશમાં માર્કેટિંગ અભિયાન ચલાવવાની યોજના બનાવી રહી છે.
ચીની દિગ્ગજ Tencent શરુઆતમાં ભારતમાં પબજી મોબાઈલ એપ પબ્લિશ કરી હતી. પબજી મોબાઈલ ગેમ પર પ્રતિબંધ લગાવ્યા બાદ, ગમિંગ ફર્મે દેશમાં Tencent સાથે સંબંધ ખતમ કર્યા. પ્રતંબિધ પહેલા પબજી મોબાઈલની સામગ્રીને Tencent ક્લાઉડ પર હોસ્ટ કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)