(Source: ECI/ABP News/ABP Majha)
Offer: 100 રૂપિયાથી પણ ઓછામાં BSNLના ધાંસૂ પ્લાન, સાથે મળશે અનલિમીટેડ કૉલિંગ અને ડેટા પણ........
આ તમામ રિચાર્જ 100 રૂપિયાથી ઓછી કિંમતના છે અને તેમાં અનલિમીટેડ કૉલિંગની સાથે ડેટા પણ મળી રહ્યો છે. જાણો ડિટેલ્સ .............
BSNL Prepaid Plans Under 100: ટેલિકૉમ કંપનીઓ (Telecom Companies) ધીમે ધીમે ઓછી કિંમત વાળા પ્લાનને પોતાના ગ્રાહકો માટે લઇને આવી રહી છે. એરટેલ (Airtel) અને રિયાલન્સ જિઓ (Reliance Jio) બદ હવે ભારતીય સંચાર નિગમ લિમીટેડ એટલે કે બીએસએનએલ (BSNL) પણ સૌથી સસ્તા પ્રીપેડ રિચાર્જ પ્લાનની ઓફર્સ લઇને આવી રહી છે. જો તમે પણ મોંઘા પ્લાનથી પરેશાન છો તો બીએસએનએલના આ સસ્તાં રિચાર્જ તમને ખુબ કામ આવી શકે છે. આ તમામ રિચાર્જ 100 રૂપિયાથી ઓછી કિંમતના છે અને તેમાં અનલિમીટેડ કૉલિંગની સાથે ડેટા પણ મળી રહ્યો છે. જાણો ડિટેલ્સ .............
BSNL 49 રૂપિયાના પ્રીપેડ પ્લાન -
બીએસએનએલ 49 રૂપિયા વાળા પ્લાનમાં તમને 20 દિવસની વેલિડીટી મળશે, આની સાથે 100 મિનીટની વૉઇસ કૉલિંગ મળે છે. આ પ્લાનની સાથે એક જીબી ઇન્ટરનેટ ડેટા પણ મળી રહ્યો છે. જો તમે ઓછી કિંમતમાં લાંબી વેલિડિટી સાથે વૉઇસ કૉલિંગનો લાભ લેવા માંગતા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે.
BSNL 87 રૂપિયાનો પ્રીપેડ પ્લાન -
આ પ્લાનમાં તમને 14 દિવસની વેલિડીટીની સાથે અનલિમીટેડ કૉલિંગની સુવિધા આપવામા આવી રહી છે. આ પ્લાનની વેલિડિટી ઓછા દિવસ માટેની છે, પરંતુ તમે એક જીબી ઇન્ટરનેટ ડેટા અને દરરોજ 100 એસએમએસનો લાભ ઉઠાવી શકો છો.
BSNL 99 રૂપિયાનો પ્રીપેડ પ્લાન -
આ વ્યાજબી પ્લાનમાં 18 દિવસની અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળે છે. આની સાથે જ યૂઝર્સ ફ્રી કૉલર ટ્યૂનનો લાભ ઉઠાવી શકે છે. આ પ્લાનમાં તમને ઇન્ટરનેટ ડેટા અને એસએમએસ નહીં મળે.
BSNL 105 રૂપિયો પ્રીપેડ પ્લાન -
આ પ્લાનમાં તમને 99 રૂપિયા વાળો પ્લાનમાં થોડી વધુ વેલિડિટી મળે છે. આમાં 22 દિવસની વેલિડિટીની સાથે અનલિમીટેડ કૉલિંગ મળે છે. આ પ્લાનમાં પણ તમને ઇન્ટરનેટ અને એસએમએસ સુવિધા નહીં મળે.
BSNL 118 રૂપિયાનો પ્રીપેડ પ્લાન -
બીએસએનએલના 118 રૂપિયા વાળા પ્લાનમાં તમને 20 દિવસની વેલિડિટીની સાથે અનલિમીટેડ કૉલિંગ મળે છે. આ પ્લાનમાં 0.5 જીબી એટલે કે 512MB નો ઇન્ટરનેટ ડેટા પણ મળે છે. જોકે, આ પ્લાનમાં એસએમએસની સુવિધા નથી.
આ પણ વાંચો......
દરરોજ 50 રૂપિયાની બચત કરી 35 લાખ રૂપિયા મેળવો, જાણો, પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ
Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા
Gmail નો ઉપયોગ કરતો છો તો થઇ જાવ સાવધાન ! બ્લોક થઇ શકે છે તમારુ એકાઉન્ટ
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં નોંધાયો વરસાદ
GPSC Recruitment: જીપીએસસીમાં નીકળી બંપર ભરતી, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ