શોધખોળ કરો
Advertisement
આધાર કાર્ડની મદદથી ઘરે બેઠાં-બેઠાં કોઇપણ જાણી શકે છે બેન્ક બેલેન્સ, આ છે સરળ રીત
જો તમે આ કામ ઘરે બેઠાં બેઠાં કરવા માંગતા હોય તો અહીં એક આસાન રીત છે, અમે તમને આધાર કાર્ડની મદદથી બેન્ક બેલેન્સ ચેક કરવાની રીત શીખવાડી રહ્યાં છે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ....
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીના કારણે લોકો બેન્કમાં જવાનુ ટાળી રહ્યાં છે, અને ઇચ્છે છે કે ઘરે બેઠાં બેઠાં આ કામ થઇ જતુ હોય તો કેવુ સારુ. કેમકે બેન્ક બેલેન્સ કે પાસબુકમાં એન્ટી કરવા માટે બેન્ક કે એટીએમમાં જવુ પડે છે. પરંતુ જો તમે આ કામ ઘરે બેઠાં બેઠાં કરવા માંગતા હોય તો અહીં એક આસાન રીત છે, અમે તમને આધાર કાર્ડની મદદથી બેન્ક બેલેન્સ ચેક કરવાની રીત શીખવાડી રહ્યાં છે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ....
આધાર કાર્ડથી આ રીતે કરો બેન્ક બેલેન્સ ચેક....
સૌથી પહેલા તમારે પ્લે સ્ટૉર પરથી Payworld એપ ડાઉનલૉડ કરવી પડશે.
આમાં તમને એક AEPS નામનુ ઓપ્શન મળશે, જેના મારફતે આધાર કાર્ડની મદદથી બેન્ક બેલેન્સ ચેક કરી શકો છો. સાથે પૈસા ઉપાડી અને જમા પણ કરાવી શકો છો.
આ માટે તમારે AEPS પર ક્લિક કરી લૉગીન કરવાનુ છે. જો આના પર રજિસ્ટર ના કર્યુ હોય તો પહેલા સાઇન અપ કરી લો, અને તેના યૂઝરનેમ, પાસવર્ડ વગેરે નાંખીને લૉગીન કરી લો.
લૉગીન કર્યા પછી તમારી પાસે કેટલીક ડિટેલ્સ માંગવામાં આવશે, તેને ભરવાની છે.
આટલુ કર્યા બાદ તમારે બેન્ક ડિટેલ પર જવાનુ છે, અને એડ બેન્ક ડિટેલ એકાઉન્ટ પર ક્લિક કરવાનુ છે.
આ પછી તમારી પાસે માંગવામાં આવેલી એકાઉન્ટ ડિટેલ નાંખવી પડશે.
હવે ગૂગલ પર Payworld Retaller પર જઇને લૉગીન કરવુ પડશે.
આમાં લૉગીન થયા બાદ DTH, Mobile recharg પર ક્લિક કરવુ પડશે.
તમે જેવુ આને ઓપન કરશો તમારી સામે કેટલાય ઓપ્શન્સ આવશે આમાંથી AEPS પર ક્લિક કરવાનુ છે.
અહીં ક્લિક કર્યા પછી પ્લાન્સ આવશે, આમાંથી 999 રૂપિયા વાળો ખરીદવો પડશે, ખાસ વાત છે કે પ્લાન ખરીદ્યા વિના આ સર્વિસનો લાભ ઉઠાવી નહીં શકો.
હવે Buy Plan પર ક્લિક કરીને તમારે પેમેન્ટ કરવુ પડશે.
પેમેન્ટ કર્યા બાદ તમે આધાર કાર્ડથી કોઇનુ પણ બેન્ક બેલેન્સ ચેક કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement