શોધખોળ કરો
Advertisement
TikTokને ટક્કર આપવા ભારતીય યૂઝર માટે આવી દેસી એપ 'ચિંગારી', લાખો લોકોએ કરી ડાઉનલૉડ
ટિકટૉકને ટક્કર આપવા માટે તેના જેવી જ એક દેસી એપ 'ચિંગારી' બનાવવામાં આવી છે. દાવો છે કે આ દેસી એપને અત્યાર સુધી લાખો ભારતીય યૂઝર્સ ડાઉનલૉડ કરી ચૂક્યા છે
નવી દિલ્હીઃ ભારત-ચીન સીમા વિવાદની ચિંગારી હવે ચાઇનીઝ વીડિયો એપ ટિકટૉક સુધી પહોંચી ગઇ છે. દેશભરમાં ચાલી રહેલા ચાઇનીઝ પ્રૉડક્ટ બૉયકોટની જાહેરાતની વચ્ચે હવે ઇન્ટરનેટ યૂઝરને એક દેસી મળી ગઇ છે. ટિકટૉકને ટક્કર આપવા માટે તેના જેવી જ એક દેસી એપ 'ચિંગારી' બનાવવામાં આવી છે. દાવો છે કે આ દેસી એપને અત્યાર સુધી લાખો ભારતીય યૂઝર્સ ડાઉનલૉડ કરી ચૂક્યા છે.
મહત્વનુ છે કે લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. આ પછી સમગ્ર ભારતમાં ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાનુ અભિયાન ચાલ્યુ, જેમાં ચાઇનીઝ એપ ટિકટૉક પણ ધક્કે ચઢી ગઇ હતી. લોકોએ ચાઇનીઝ એપને ધડાધડ અનઇસ્ટૉલ કરવાનુ શરૂ કરી દીધુ છે. આને ધ્યાનામાં રાખીને ભારતની દેસી એપ 'ચિંગારી'ને બનાવવામાં આવી હતી. ડેવલપરનો દાવો છે કે કાલ સુધી આને પાંચ લાખ લોકોએ પોતાના મોબાઇલમાં ડાઉનલૉડ કરી લીધી હતી.
વળી, બીજી વાત એ પણ છે કે થોડાક દિવસો પહેલા ટિકટૉક પર સુરક્ષાને લઇને પણ સવાલો ઉઠ્યા હતા. બાદમાં મિત્રો જેવી એપના ઉપયોગની વાત પણ સામે આવી હતી. પરંતુ હવે આ બધાની સૌથી આગળ 'ચિંગારી' એપ આવી ગઇ છે. આ એકદમ ભારતીય યૂઝર માટે દેસી એપ છે. આ પણ એક શોર્ટ વીડિયો એપ છે.
એટલુ જ નહીં ગયા વર્ષે આઇટી મંત્રાલયે ટિકટૉકક અને હેલો એપને સરકારની વિરુદ્ધની કન્ટેન્ટ માટે નોટિસ પણ મોકલીને જવાબ પણ માંગ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement