શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ માટે સારા સમાચાર, હવે વેબ વર્ઝન પર મળશે DMની સુવિધા
ઇન્સ્ટાગ્રામે એક નિવેદેનમાં કહ્યું કે, અમે હાલ વેબ પર ડાયરેક્ટ મેસેજિંગને ટેસ્ટ કરી રહ્યા છીએ. આ ફિચર તે જ રીતે કામ કરશે જેવી રીતે મોબાઇલ એપમાં કરાય છે
નવી દિલ્હીઃ ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ માટે એક સારા સમાચાર મળી રહ્યાં છે. હવે ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ વર્ઝનમાંથી DM એટલે કે ડાયરેક્ટ મેસેજ કરી શકશે. છેલ્લા ઘણાસમયથી આની માંગ ઉઠી હતી. જોકે, હાલ ઓપ્શનને ખોલવામાં આવ્યુ નથી પણ ટેસ્ટિંગ હેઠળ છે. સંભાવના છે કે, આને બહુ જલ્દી રૉલઆઉટ કરી દેવામાં આવશે.
તમને ખબર હશે કે, વેબ વર્ઝન પર ઇન્સ્ટાગ્રામને બે રીતે ઉપયોગ કરી શકાય છે. પહેલી રીત ઇન્સ્ટાગ્રામ ડૉય કૉમ દ્વારા અને બીજી રીત ફેસબુક ક્રિએટર સ્ટુડિયો દ્વારા. જો તમે લેપટૉપ કે ડેસ્કટૉપની તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર અપલૉડ કરવા ઇચ્છતા હોય તો તમારા માટે ફેસબુક ક્રિએટર સ્ટુડિયો વાળો ઓપ્શન બેસ્ટ રહેશે.
ખાસ વાત છે કે, વેબ વર્ઝન પર જે નવુ ફિચર આપવામાં આવી રહ્યું છે તે હાલ લિમિટેડ યૂઝર્સને ટેસ્ટિંગ માટે આપવામાં આવ્યુ છે, અને ટેસ્ટિંગ ફેઝમાં કોઇ કમી નીકળશે તો તેને રિપેર કરી દેવામાં આવશે. બાદ જ બધા યૂઝર્સ માટે એવેલેબલ કરાશે.
ઇન્સ્ટાગ્રામે એક નિવેદેનમાં કહ્યું કે, અમે હાલ વેબ પર ડાયરેક્ટ મેસેજિંગને ટેસ્ટ કરી રહ્યા છીએ. આ ફિચર તે જ રીતે કામ કરશે જેવી રીતે મોબાઇલ એપમાં કરાય છે. એટલે કે તમે ડેસ્કટૉપ કે લેપટૉપ દ્વારા ચેટ કરી શકશો અને ગ્રુપ પણ ક્રિએટ કરી શકશો. કંપનીએ કહ્યું કે આ રીતે યૂઝર એક્સપીરિયન્સ વધુ બેસ્ટ બનશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion