શોધખોળ કરો
Advertisement
50 દિવસ સુધી ચાલશે આ સ્માર્ટફોનની બેટરી, જાણો ફીચર્સ વિશે
નવી દિલ્હીઃ આ વર્ષે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (MWC 2019) ઘણી રીતે ખાસ રહ્યું છે. અનેક સ્માર્ટફોન નિર્માતા કંપનીઓએ પોતાના 5જી સ્માર્ટફોનની જાહેરાત કરી છે. જ્યારે પોપ-અપ કેમેરા, ફોલ્ડેબલ ડિસ્પ્લે જેવી અનેક નવી ટેકનીકવાળા સ્માર્ટફોન્સ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. પરંતુ આ ગ્લોબલ ઇવેન્ટમાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે ફ્રાન્સની મોબાઈલ નિર્માતા કંપની Energizerએ, કંપનીએ વિશ્વનો પ્રથમ 18,000mAh બેટરીવાળો સ્માર્ટફોન Energizer P18K લોન્ચ કર્યો છે.
બેટરી ઉપરાંત આ સ્માર્ટફોનમાં જે કેમેરો લાગેલો છે તે વીવો નેક્સની જેમ પોપ-અપ ડ્યુઅલ સેલ્ફી કેમરો છે. આ ઉપરાંત એમા 6.2 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે પ્લસ છે, જે બેઝલ લેસ સાથે આવશે. ટ્રીપલ રીયર કૅમેરો ફોનની પાછળની પેનલ પર સેટઅપ છે.
એનર્જીઝર P18K પાસે MediaTek Helio P70 SOC પ્રોસેસર છે. આ ઉપરાંત, તેમાં 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. બેક પેનલ પર ટ્રીપલ રિયર કેમરા સેટઅપ છે. જેનો પહેલો કેમેરો 12 મેગાપિક્સેલ બીજો 5 મેગાપિક્સેલ અને ત્રીજો 2 મેગાપિક્સેલ છે. સેલ્ફી માટે, તેમાં 16-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને 2-મેગાપિક્સલનો સેકન્ડરી કૅમેરો છે.
કંપનીના દાવા પ્રમાણે આ સ્માર્ટફોનને એકવાર ચાર્જ કર્યો પછી તેમા સતત બે દિવસ સુધી ઓનલાઇન વીડિયો સ્ટ્રીમીંગ કરી શકો છો. આ ઉપરાંત ફોનને સ્ટેન્ડબાઇ બેટરી બેકઅપ 50 દિવસ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement