શોધખોળ કરો
Advertisement
Facebook-Jio ડીલથી યૂઝર્સને થશે ફાયદો જ ફાયદો! જાણો કેવી રીતે
જિઓ પ્લેટફોર્મ, રિલાયન્સ રિટેલ અને વ્હોટ્સએપની વચ્ચે થયેલ આ કરાર જિઓ માર્ટ પ્લેટફોર્મ દ્વારા રિલાયન્સ રિટેલના કારોબારને વધારવામાં મદદગાર સાબિત થશે.
નવી દિલ્હીઃ ફેસબુક અને રિલાયન્સ જિઓની વચ્ચે થયેલ કરાર દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયા છે. તેનું એક મોટું કારણ એ પણ છે કે માત્ર મા એક કરાર નથી પરંતુ તેનાથી દેશના કરિયાણા કારોબારની તસવીરમાં મોટો ફેરફાર આવી શકે છે. ફેસબુક અને જિઓની વચ્ચે થયેલ સમજૂતીમાં વ્હોટ્સએપની પણ મોટી ભૂમિકા છે કારણ કે વ્હોટ્સએપ ફેસબુકની જ કંપની છે. કહેવાય છે કે, દેશના કરોડો લોકોને ઘર બેઠે વ્હોટ્સએપ દ્વારા સ્થાનીક કરિયાણા સ્ટોરથી ઓર્ડર કરવાની સુવિધા આ ડીલ દ્વારા મળી જશે.
જિઓ પ્લેટફોર્મ, રિલાયન્સ રિટેલ અને વ્હોટ્સએપની વચ્ચે થયેલ આ કરાર જિઓ માર્ટ પ્લેટફોર્મ દ્વારા રિલાયન્સ રિટેલના કારોબારને વધારવામાં મદદગાર સાબિત થશે. ફેસબુક અને જિઓ પ્લેટફોર્મની વચ્ચે થયેલ ડીલ દ્વારા જિઓ માર્ટને હવે વ્હોટ્સએપના પ્લેટફોર્મની પણ મદદ મળશે. જણાવીએ કે, જિઓ માર્ટ જિઓનું ઓનલાઈન ગ્રોસરી ડિલીવરી પ્લેટફોર્મ છે. આ ડીલ બાદ જિઓ માર્ટ સ્થાનીક વેન્ડર્સ અને નાના કરિયાણા સ્ટોરને એક ઓનલાઈન પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યું છે.
આ સાથે સાથે રિલાયન્સના યૂઝર્સને પણ ફાયદો શકે છે. રિટેલ પ્લેટફોર્મ પર જિઓના ગ્રાહકોને કેટલાંક વાઉચર્સ પણ મળી શકે છે. નોંધનીય છે કે, જિઓનું જ્યારે લોન્ચિંગ થયું હતું ત્યારે કેટલાંક મહિનાઓ સુધી તો સેવા ફ્રી હતી. ત્યારબાદ જ્યારે પૈસા વસૂલવાનો નિર્ણય કરાયો તો રિચાર્જની રકમના વાઉચર્સ ગ્રાહકોના એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા. તેનો ઉપયોગ નેકસ્ટ રિચાર્જમાં કરી શકતા હતા. કંઇક આ રીતે જ વાઉચર્સ જિઓ માર્ટમાં પણ આપી શકે છે.
દેશભરમાં ફેલાયેલા ગ્રાહકોને જિઓ માર્ટમાંથી સામાન ખરીદવા પર ચોક્કસ ડિસ્કાઉન્ટ પણ આપી શકે છે. આ ડિસ્કાઉન્ટ એ રીતે હશે જેમ રિલાયન્સ ફ્રેશ કે રિલાયન્સ રિટેલના અન્ય આઉટલેટમાં તમામ સામાનની ખરીદી પર એમઆરપીમાં ન્યૂનતમ બે ટકાની છૂટનું આશ્વાસન મળે છે. આ જ રીતે પ્રસ્તાવિત માર્ટમાં જિઓના ગ્રાહકો માટે અલગથી છૂટની વ્યવસ્થા હોઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement