શોધખોળ કરો
Advertisement
ફેસબુક મેસેન્જરમાં આવશે આ ખાસ ફિચર, વૉટ્સએપની જેમ સેકન્ડોમાં કરી શકાશે આ કામ
ફેક ન્યૂઝે ધ્યાનમાં રાખીને ફેસબુકે પોતાના મેસેન્જર ફિચરમાં મેસેજ ફોરવર્ડ કરવાની લિમીટ નક્કી કરવાનો પ્લાન કર્યો છે. જોકે કંપનીએ કેટલાક યૂઝર માટે આને રૉલાઉટ કરી દીધુ છે
નવી દિલ્હીઃ આજકાલ સોશ્યલ મીડિયા સાઇટ્સનો સૌથી વધુ ઉપયોગ થઇ રહ્યો છે. લોકો મેસેજ, ફોટો અને વીડિયો મોકલવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ સૌથી વધુ કરી રહ્યાં છે. પરંતુ આ સાઇટ્નો મિસયૂઝ પણ ખુબ થઇ રહ્યો છે. લોકો ફેક ન્યૂઝ, ભડકાઉ પૉસ્ટ અને બીજી કેટલીક આપત્તિજનક પૉસ્ટ મુકતા રહે છે. હવે આવા મિસયૂઝને રોકવા માટે ફેસબુકે પણ વૉટ્સએપે કેટલાક પ્રકારની લિમીટ નક્કી કરી દીધી છે.
ફેક ન્યૂઝે ધ્યાનમાં રાખીને ફેસબુકે પોતાના મેસેન્જર ફિચરમાં મેસેજ ફોરવર્ડ કરવાની લિમીટ નક્કી કરવાનો પ્લાન કર્યો છે. જોકે કંપનીએ કેટલાક યૂઝર માટે આને રૉલાઉટ કરી દીધુ છે.
Facebook Messenger પર પણ નક્કી થશે લિમીટ....
ફેસબુક પર વધતા ફેક ન્યૂઝ અને વાયરલ રિપોર્ટના કારણે કંપની તરફથી મેસેન્જર ફિચરમાં કેટલાક ફેરફારો કરવામાં આવી રહ્યાં છે. હવે ફેસબુક મેસેન્જર દ્વારા તમે એકવારમાં પાંચ લોકોને જ મેસેજ ફોરવર્ડ કરી શકશો. ખરેખર આવુ મિસ ઇન્ફોર્મેશન અને ફેક ન્યૂઝને વાયરલ થવાથી રોકવા માટે કરવામાં આવી રહ્યું છે. કંપનીનુ માનવુ છે કે આ હાર્મફૂલ કૉન્ટેન્ટને રોકવાનો એક સારો રસ્તો છે.
હાલ ફેસબુક તરફથી મેસેન્જર બીટા ટેસ્ટિંગમાં છે, ત્યારબાદ આને બધુ જાહેર કરવામાં આવશે. નવા અપડેટમાં તમે એક મેસેજને ફક્ત પાંચ લોકોને મોકલી શકશો. આનાથી વધુ ફોરવર્ડ કરવા પર લિમીટ રીચ્ડનુ નૉટિફિકેશન આવશે. આ વર્ષ માર્ચમાં ફેસબુક મેસેન્જરના આ ફિચરનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ. હાલ આને કેટલાક યૂઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement