શોધખોળ કરો
Advertisement
ફેસબુકનુ નવુ પ્રાઇવસી ફિચર, પોતાની પૉસ્ટ અને પ્રૉફાઇલને બનાવો પ્રાઇવેટ
ફેસબુકના માધ્યમથી આપણે આપણા ફ્રેન્ડની દુનિયામાં શું ચાલી રહ્યુ છે,તેની પણ આપણને ખબર પડે છે. પરંતુ કેટલાક લોકો સોશ્યલ નેટવર્કિંગ સાઇટનો દુરપયોગ કરે છે
નવી દિલ્હીઃ ફેસબુકે આપણને આખી દુનિયામાં ફેલાયેલા મિત્રો અને સંબંધીઓ સાથે કનેક્ટ કરી દીધા છે. ફેસબુકના માધ્યમથી આપણે આપણા ફ્રેન્ડની દુનિયામાં શું ચાલી રહ્યુ છે,તેની પણ આપણને ખબર પડે છે. પરંતુ કેટલાક લોકો સોશ્યલ નેટવર્કિંગ સાઇટનો દુરપયોગ કરે છે.
જે લોકો તમારાથી કનેક્ટ નથી થવા માંગતા તેઓ પણ તમારી પ્રૉફાઇલ જોઇ શકે છે, અને પૉસ્ટ વાંચી શકે છે, અને તેને પરમિશન લીધા વિના શેર પણ કરી દે છે. આ બધાને ધ્યાનમાં રાખીને ફેસબુકે તાજેતરમાં જ એક પ્રાઇવસી ફિચર લૉન્ચ કર્યુ છે, જેનુ નામ છે પ્રૉફાઇલ લૉક ફિચર....આ ફિચરને એક્ટિવેટ કર્યા બાદ તમારી પ્રૉફાઇલને કે પૉસ્ટને એ જ લોકો જોઇ શકે છે જે તમારા ફ્રેન્ડ લિસ્ટમાં છે. આ ફિચરનો યૂઝ કરીને તમે પોતાની પૉસ્ટને પ્રાઇવેટ બનાવી શકો છો. અહીં અમે તમને આ ફિચરનો કઇ રીતે ઉપયોગ કરી શકાય તેના વિશે માહિતી આપી રહ્યાં છીએ.
પ્રૉફાઇલ લૉક ફિચર...
પ્રૉફાઇલ લૉક કરવા માટે સૌથી પહેલા ફેસબુક એપમાં જાઓ અને મોર ઓપ્શનવાળી ત્રણ લાઇન્સ પર ક્લિક કરો. આમાં તમને સેટિંગ્સનુ ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો. સ્ક્રૉલ કરવા પર પ્રાઇવસી ઓપ્શન આવશે અને તેના પર ક્લિક કરવાથી પ્રૉફાઇલ લૉકિંગનુ ઓપ્શન દેખાશે. લૉક યોર પ્રૉફાઇલના ઓપ્શન પર ક્લિક કરતાં જ તમારી ફેસબુક પ્રૉફાઇલ લૉક થઇ જશે, અને બાદમાં તમારી પૉસ્ટ કે પ્રૉફાઇલને બસ ફ્રેન્ડ જ જોઇ શકશે. આવી જ પ્રૉસેસ દ્વારા તમે તમારી પ્રૉફાઇલને અનલૉક પણ કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement