શોધખોળ કરો
Google એન્ડ્રોઇડ 12માં લાવી રહ્યું છે ગજબનુ ફિચર, તમારા ચહેરાના હિસાબથી રૉટેટ થશે સ્ક્રીન
ખરેખરમાં ગૂગલ એન્ડ્રોઇડ 12માં એક ફિચર લઇને આવી રહ્યું છે, જે અંતર્ગત તમારી મોબાઇલની સ્ક્રીન તમારા ચહેરાના હિસાબે રૉટેટ થશે. આનો અર્થ એ છે કે તમારે સ્ક્રીન રૉટેટ કરવા માટે કોઇ ખાસ બટનને પ્રેસ કરવાની કે તેના પર ટેપ કરવાની જરૂર નહીં પડે
નવી દિલ્હીઃ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે બહુ જલ્દી એક નવુ અને ખાસ ફિચર આવવાનુ છે. ખરેખરમાં ગૂગલ એન્ડ્રોઇડ 12માં એક ફિચર લઇને આવી રહ્યું છે, જે અંતર્ગત તમારી મોબાઇલની સ્ક્રીન તમારા ચહેરાના હિસાબે રૉટેટ થશે. આનો અર્થ એ છે કે તમારે સ્ક્રીન રૉટેટ કરવા માટે કોઇ ખાસ બટનને પ્રેસ કરવાની કે તેના પર ટેપ કરવાની જરૂર નહીં પડે.
આ રીતે કામ કરશે આ ફિચર....
Google હાલ Pixel સ્માર્ટફોનમાં આ નવુ ફિચર રૉલઆઉટ કરી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે આ ઓટો રૉટેટ ફિચર Pixel ફોનના ફ્રન્ટ કેમેરા દ્વારા કામ કરશે. એટલે કે યૂઝર જ્યારે ફોનની સ્ક્રીન પર જોશે તો ફોન એ જાણી લેશે કે યૂઝરનુ ચહેરો કઇ દિશમાં છે, આ પછી આ ફિચર યૂઝરના હેડ ડાયરેક્શનના હિસાબથી સ્ક્રીનને રૉટેટ કરશે.
સપ્ટેમ્બરમાં મળી શકે છે અપડેટ....
ભલે આ ફિચર ફક્ત પિક્સલમાં જ આપવામાં આવી રહ્યું છે, પરંતુ બહુ જલ્દી આને એન્ડ્રોઇડ 12 બેઝ્ડ સ્માર્ટફોનમાં આવવાની આશા છે. એન્ડ્રોઇડ 12ના ડેવલપર્સ પ્રીવ્યૂને આ મહિને રિલીઝ કરવામાં આવી શકે છે. વળી એન્ડ્રોઇડ 12 અપડેટને પણ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં તમામ માટે રૉલઆઉટ કરવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement