ગૂગલે 'Made By Google' ઈવેન્ટમાં Pixel 9 Series કરી લોન્ચ , જાણો તમામ જાણકારી
ટેક જાયન્ટ ગૂગલે આજે તેની 'મેડ બાય ગૂગલ' ઈવેન્ટનું આયોજન કર્યું છે. ગૂગલ આ ઇવેન્ટમાં તેના ચાહકો માટે Pixel 9 સિરીઝ લોન્ચ કરી છે. કંપનીએ Google Pixel 9 અને Pixel 9 Pro લોન્ચ કર્યા છે.
ટેક જાયન્ટ ગૂગલે આજે તેની 'મેડ બાય ગૂગલ' ઈવેન્ટનું આયોજન કર્યું છે. ગૂગલ આ ઇવેન્ટમાં તેના ચાહકો માટે Pixel 9 સિરીઝ લોન્ચ કરી છે. કંપનીએ Google Pixel 9 અને Pixel 9 Pro લોન્ચ કર્યા છે. તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હશે. બંને ફોન એક જ પ્રોસેસર સાથે આવશે. તેમાં ટેન્સર G4 પ્રોસેસર મળશે. સ્ટાન્ડર્ડ મોડલ્સમાં 12GB રેમ હશે, જ્યારે પ્રો મોડલ્સમાં 16GB રેમ હશે. કંપનીનું કહેવું છે કે આ ફોન પાછલી સિરીઝની સરખામણીમાં 20 ટકા વધુ બેટરી બેકઅપ આપશે. આ બધામાં સેટેલાઇટ કોમ્યુનિકેશનની સુવિધા ઉપલબ્ધ હશે. શરૂઆતમાં તેને માત્ર અમેરિકામાં જ લોન્ચ કરવામાં આવશે.
Now you can choose your size and still get the same Pro experience 🙌
— Made by Google (@madebygoogle) August 13, 2024
The new #Pixel9 Pro and Pro XL have more in common than ever:
👬 Same Super Actua displays
👬 Same processors
👬 Same cameras#MadeByGoogle pic.twitter.com/7O3p2peKoM
કંપનીએ Google Pixel 9 Pro Fold લોન્ચ કર્યો છે. કંપનીનું કહેવું છે કે નવો ફોલ્ડ પાછલા વર્ઝનની સરખામણીમાં વધુ પાવરફુલ છે. અત્યાર સુધીની હીરો પ્રોડક્ટ જેમિની છે, જે આપણે પહેલા જોયું છે. કંપનીના અધિકારીઓ જેમિનીના સતત વખાણ કરી રહ્યા છે.
એન્ડ્રોઇડ ફોનમાં છેલ્લા કેટલાક સમયથી Gemini સપોર્ટ ઉપલબ્ધ છે. તેની મદદથી તમે મેઈલ લખવાથી લઈને સર્ચ કરવા સુધીનું બધું જ કરી શકો છો. કંપનીનું કહેવું છે કે એન્ડ્રોઇડ ફોન પર જેમિની સપોર્ટ ઉમેરવો એ ગૂગલ આસિસ્ટન્ટમાં અત્યાર સુધીનું સૌથી મોટું અપગ્રેડ છે.
Google Pixel 9 Pro અને Pixel 9 XL
ગૂગલે દેશમાં તેના ત્રણ કેન્દ્રો પણ શરૂ કર્યા છે જ્યાં લોકો તેમના સ્માર્ટફોન રિપેર કરાવી શકે છે. જેમાં દિલ્હી, બેંગ્લોર અને મુંબઈનો સમાવેશ થાય છે. Google Pixel 9 Proનું વજન 199 ગ્રામ છે, જ્યારે Google Pixel 9 XLનું વજન 221 ગ્રામ છે.
કંપનીએ Pixel 9 Proમાં 6.3 ઇંચની LTPO OLED સુપર ઓક્ટુઆ ડિસ્પ્લે આપી છે. આ ડિસ્પ્લે 120 Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ ઉપરાંત, તે 3000 nits ની બ્રાઈટનેસ પણ આપે છે. Pixel 9 Pro અને XL બંને સ્માર્ટફોનમાં Corning Gorilla Glass Victus 2 પ્રોટેક્શન છે. બંને સ્માર્ટફોનને IP 68 રેટિંગ મળ્યું છે.
Pixel 9 Pro XL વિશે વાત કરીએ તો તેમાં 6.8 ઇંચની LTPO OLED સુપર ઓક્ટુઆ ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લે 120 Hz નો રિફ્રેશ રેટ અને 3000 nits ની પીક બ્રાઈટનેસ પણ આપે છે.
શાનદાર કેમેરા સેટઅપ
Google Pixel 9 Pro અને 9 Pro XLમાં 48-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ એંગલ કેમેરા સાથે 50-મેગાપિક્સલનો પ્રાથમિક કૅમેરો છે. આ ઉપરાંત, તેમાં 48-મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ પણ છે જે 5X ઝૂમને પણ સપોર્ટ કરે છે. સેલ્ફી માટે બંને સ્માર્ટફોનમાં 42 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.
રેમ અને પ્રોસેસર
ટેન્સર G4 પ્રોસેસર Google Pixel 9 Pro અને XL વેરિયન્ટમાં આપવામાં આવ્યું છે. બંને સ્માર્ટફોનમાં 16GB રેમ અને 512GB સ્ટોરેજ પણ છે. આ બંને સ્માર્ટફોનને પહેલા એન્ડ્રોઇડ 15 અપડેટ મળશે.
બેટરી
Google Pixel 9 Proમાં 4700 mAh બેટરી છે. આ બેટરી 45 વોટના વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જ્યારે Google Pixel 9 Pro XLમાં 5060 mAh બેટરી છે જે 45 વોટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Google Pixel 9
Google Pixel 9 સ્માર્ટફોન વિશે વાત કરીએ તો, કંપનીએ તેમાં 6.1-ઇંચની OLED Actua ડિસ્પ્લે આપી છે. આ ડિસ્પ્લે 120 Hz નો રિફ્રેશ રેટ આપે છે. આ સિવાય તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન પણ છે. આ સ્માર્ટફોનનું વજન માત્ર 198 ગ્રામ છે અને તે IP68 રેટિંગ સાથે આવે છે.
આ સ્માર્ટફોનમાં કંપનીએ 50MP પ્રાઇમરી કેમેરાની સાથે 48MP અલ્ટ્રાવાઇડ કેમેરા આપ્યો છે. સેલ્ફી માટે તેમાં 10.5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. આ સ્માર્ટફોનમાં Tensor G4 ચિપસેટ પ્રોસેસર છે. ઉપરાંત, આ ફોન 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે આવે છે. આ ફોનમાં 4,700 mAh બેટરી છે જે 45 વોટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કિંમત કેટલી છે
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે Google Pixel Proની કિંમત 1,09,999 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે Google Pixel 9 Pro XL ની કિંમત 1,24,999 રૂપિયા છે. કંપનીએ Google Pixel 9ને 79,999 રૂપિયામાં માર્કેટમાં લૉન્ચ કર્યો છે. આ સાથે આ સ્માર્ટફોનનું પ્રી-બુકિંગ 14 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યું છે. ઉપરાંત, આ ફોન ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ અને ક્રોમા પરથી ખરીદી શકાય છે.