શોધખોળ કરો
Advertisement
Google Mapsમાં આ 10 ભારતીય ભાષાઓમાં શરૂ થઇ ટ્રાન્સલિટ્રેશન સિસ્ટમ, જાણો શું છે આ ને કઇ રીતે કરશે કામ......
ગૂગલ મેપ્સમાં 10 ભારતીય ભાષાઓમાં ઓટોમેટિક ટ્રાન્સલિટ્રેશન સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે. એટલે કે તમે હવે તમારી ભાષામાં એડ્રેસ સર્ચ કરી શકશો
નવી દિલ્હીઃ દુનિયામાં સૌથી વધુ ઇન્ટરનેટ યૂઝ કરવામાં બીજા નંબર પર ભારત છે, અને એટલે અહીં યૂઝર્સની જરૂરિયાતોને ખુબ ખ્યાલ રાખવામાં આવે છે. જો તમે મુસાફરી દરમિયાન ગૂગલ મેપનો યૂઝ કરતો હોય તો તમારા માટે ખુશખબરી છે.
ગૂગલ મેપ્સમાં 10 ભારતીય ભાષાઓમાં ઓટોમેટિક ટ્રાન્સલિટ્રેશન સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે. એટલે કે તમે હવે તમારી ભાષામાં એડ્રેસ સર્ચ કરી શકશો. આ પહેલા ગૂગલની પાસે આ મેપમાં અંગ્રેજી ભાષા જ હતી, જેનાથી કેટલાય યૂઝર્સને એડ્રેસ સર્ચ કરવામાં પરેશાની થતી હતી.
આ 10 ભાષાઓમાં કરી શકાશે સર્ચ
ગૂગલએ એક બ્લૉગ દ્વારા બતાવવામાં આવ્યુ કે તેને પોતાના મેપમાં 10 નવી ભારતીય ભાષાઓમાં ટ્રાન્સલિટ્રેશન સિસ્ટમ શરૂ કરી દીધી છે. આમાં હિન્દી, ગુજરાતી, કન્નડ, બાંગ્લા, મરાઠી, મલયાલમ, પંજાબી, ઉડિયા, તામિલ અને તેલુગુ ભાષાઓ સામેલ છે. ગૂગલનુ કહેવુ છે કે આનાથી તે લોકોને ખુબ મદદ મળશે જે ઇંગ્લિશ વધારે નથી જાણતા.
શું હોય છે ટ્રાન્સલિટ્રેશન....
અહીં ધ્યાનમાં રાખવાની વાત એ છે કે ટ્રાન્સલિટ્રેશન અને ટ્રાન્સલેશનમાં ફરક છે. ટ્રાન્સલેસનમાં એક ભાષાના શબ્દને બીજી ભાષાના શબ્દમાં ફેરવી શકાય છે, પરંતુ ટ્રાન્સલિટ્રેશનમાં શબ્દની લિપી બદલી શકાય છે. જેમ કે અંગ્રેજી 'Green Park' શબ્દને હિન્દીમાં અનુવાદ હશે 'હરા બાગ' પરંતુ ટ્રાન્સલિટ્રેશન શબ્દમાં 'ગ્રીન પાર્ક' થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion