Twitter: ધંધાદારીઓ માટે ખુબ કામનું છે ટ્વીટરના હિડન ફિચર, તમે કર્યુ છે કોઇ દિવસ યૂઝ ? જાણો શું છે.........
આ ફિચરની મદદથી યૂઝર્સ પોતાના બિઝનેસનુ એડ્રેસ, કામના કલાકો, કૉન્ટેક્ટ ઇન્ફૉર્મેશન સહિતની તમામ જરૂરી વસ્તુઓ પોતાના એકાઉન્ટમાં એડ કરી શકશે,
Twitter Location Spotlight Feature: માઇક્રો બ્લૉગિંગ તથા સોશ્યલ મીડિયા સાઇટ ટ્વીટરે (Twitter) વધુ એક નવા ફિચરની જાહેરાત કરી દીધી છે. આ નવા ફિચરનું નામ Location Spotlight છે, જેને બિઝનેસ કરનારા લોકો માટે લૉન્ચ કરવામાં આવ્યુ છે. પ્રૉફેશનલ એકાઉન્ટ વાળા ટ્વીટર યૂઝર્સ આ ફિચરનો ઉપયોગ કરી શકશે, Location Spotlight ફિચરની મદદથી યૂઝર પોતાના બિઝનેસ સાથે જોડાયેલી જાણકારીઓને ગ્રાહકો માટે આસાનીથી ઉપલબ્ધ કરાવી શકશે.
શું છે Twitterનું Location Spotlight ફિચર -
Twitterના આ Location Spotlight ફિચરને જૂનની શરૂાતમાં લાવવામાં આવ્યુ હતુ, આ પછી કેટલીય સિલેક્ટેડ જગ્યાઓમાં આને ટેસ્ટિંગ માટે લૉન્ચ કરવામા આવ્યુ હતુ. હવે બિઝનેસ યૂઝર્સ માટે લૉન્ચ કરવામાં આવેલા આ ફિચરને ગ્લૉબલી લૉન્ચ કરી દેવામાં આવ્યુ છે.
આ ફિચરની મદદથી યૂઝર્સ પોતાના બિઝનેસનુ એડ્રેસ, કામના કલાકો, કૉન્ટેક્ટ ઇન્ફૉર્મેશન સહિતની તમામ જરૂરી વસ્તુઓ પોતાના એકાઉન્ટમાં એડ કરી શકશે, જેનાથી ગ્રાહકો આસાનીથી સંપર્ક કરી શકશે. ટ્વીટરના લૉકેશન સ્પૉટલાઇટ ફિચરને સૌથી પહેલા અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં રૉલઆઉટ કરી દેવામાં આવ્યુ હતુ, ટ્વીટરે હવે આ ફિચરનો વિસ્તાર કરતા આને ગ્લૉબલી લૉન્ચ કરી દીધુ છે.
લૉકેશન માટે Google Mapsનો થશે ઉપયોગ -
ટ્વીટરે 4 ઓગસ્ટે આ ફિચરને લૉન્ચ કરતા બતાવ્યુ હતુ કે, હવે લૉકેશન સ્પૉટલાઇટ ફિચર (Location Spotlight Feature) ને ગ્લૉબલી લૉન્ચ કરી દેવામા આવ્યુ છે. હવે કોઇપણ પ્રૉફેશનલ યૂઝર પોતાના ટ્વીટર એકાઉન્ટમાં લૉકેશન સ્પૉટલાઇટ ફિચરનો ઉપયોગ કરીને કસ્ટમર્સ સુધી પોતાની પહોંચ વધારી શકે છે. વળી, ટ્વીટરે આ વધુ એક વિશેષતા જોડતા આને ગૂગલ મેપની સાથે કનેક્ટ કરી દીધુ છે. જેનાથી ગ્રાહકોને સટીક લૉકેશન જોવામાં મદદ મળી શકે.
આ પણ વાંચો..........
China: ચીનમાં ફરી કોરોના સંકટ, દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રૉનિક માર્કેટ અસ્થાયી રીતે બંધ
GSET 2022 Registration: GSET 2022 માટે રજિસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા સંબંધિત તમામ વિગત
Vadodara: બે સંતાનના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, શું છે કારણ?