AC ચાલુ કર્યા બાદ પણ રૂમમાં ઠંડક નથી, આ ટિપ્સ અપનાવો, મિનિટોમાં જ રૂમ થઈ જશે ઠંડો
આ દિવસોમાં સમગ્ર દેશમાં આકરી ગરમી પડી રહી છે. હાલમાં તાપમાન 35 ડિગ્રીની આસપાસ છે. ઘણી જગ્યાએ તો તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.
આ દિવસોમાં સમગ્ર દેશમાં આકરી ગરમી પડી રહી છે. હાલમાં તાપમાન 35 ડિગ્રીની આસપાસ છે. ઘણી જગ્યાએ તો તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં લોકો ગરમીથી બચવા માટે પોતાના ઘરોમાં એસી-કૂલર લગાવી રહ્યા છે. જેમના ઘરમાં પહેલાથી જ એસી છે તેઓ તેનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે જૂનું AC રૂમને ઠંડુ કરવામાં સક્ષમ નથી અથવા તેને ઠંડક આપવામાં કલાકો લાગી જાય છે. તમને જણાવી દઈએ કે AC ના ઠંડક ના થવા પાછળ ઘણા નાના કારણો છે, જેને તમે જાતે જ ઠીક કરી શકો છો. તમને જણાવી દઈએ કે જો તમારું AC ઠંડક ન આપી રહ્યું હોય તો શું સમસ્યા છે અને તેને કેવી રીતે ઠીક કરી શકો છો ?
આ કારણોસર AC રૂમને ઝડપથી ઠંડુ કરતું નથી
AC ફિલ્ટરમાં જમા થાય છે ગંદકીઃ જો તમારા AC ફિલ્ટરમાં ગંદકી જમા થઈ જાય છે, તો તેના કારણે ACની ઠંડક પણ ઓછી થઈ જાય છે. વાસ્તવમાં, AC ફિલ્ટરમાં જમા થયેલી ગંદકીને કારણે હવાનો પ્રવાહ ઓછો થાય છે, તેથી જો તમારા ACમાં ઠંડક ઓછી થઈ રહી હોય તો સૌથી પહેલા AC ફિલ્ટર ચેક કરો. જો તેમાં ધૂળ જામી હોય તો તેને તરત જ તેને સાફ કરી નાખો. સફાઈ કર્યા પછી એસી ચાલુ કરશો તો ઠંડી હવા આવવા લાગશે. તમારુ એસી નવા એસીની જેમ જ કામ કરશે.
કન્ડેન્સર કોઇલની ગંદકી સાફ કરોઃ ACના બે ભાગ હોય છે, જેમાંથી એક ભાગ ઘરની અંદર લગાવવામાં આવે છે પરંતુ મોટો ભાગ જેને કન્ડેન્સર કોઇલ કહેવાય છે તે ઘરની બહાર લગાવવામાં આવે છે જેથી ઘરની ગરમ હવા બહાર આવે. આ ભાગ ઘરની બહાર હોવાથી તેના પર ઘણી બધી ધૂળ અને ગંદકી જામી જાય છે, જેના કારણે કન્ડેન્સર કોઇલ રૂમમાંથી ગરમ હવાને યોગ્ય રીતે બહાર ફેંકી શકતી નથી અને રૂમ ઝડપથી ઠંડો થતો નથી. આવી સ્થિતિમાં, તમારે કન્ડેન્સર કોઇલમાંથી ધૂળ પણ સાફ કરવી જોઈએ. પાણીના સ્પ્રેની મદદથી પલાળીને સાફ કરો.આમ કરવાથી તમારુ એસી ફરી એક વખત નવા એસીની જેમ જ કામ કરશે.
AC મોટર તપાસોઃ જો ACનું ફિલ્ટર અને કન્ડેન્સર કોઇલ પણ સાફ હોય અને તેમાં ગંદકી જામી ન હોય. આ પછી પણ જો ઠંડી હવા ન આવતી હોય તો એક વખત ટેકનિશિયન દ્વારા એસી મોટરની તપાસ કરાવો.
રિમોટ બગડે છેઃ ઘણી વખત એવું બને છે કે બધુ બરાબર છે પણ એસી બરાબર કામ કરતું નથી. આવી સ્થિતિમાં, તમારે એક વાર તમારું રિમોટ પણ તપાસવું જોઈએ. ખરેખર, ઘણી વખત રિમોટ બટન યોગ્ય રીતે કામ કરતું નથી જેના કારણે તાપમાન બદલાતું નથી.