Samsung User Warning: શું તમે નથી વાપરતાને સેમસંગનો આ ફોન! સરકારે કર્યા એલર્ટ
સેમસંગ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા કરોડો લોકો માટે સરકાર તરફથી એલર્ટ આવ્યું છે. ભારતમાં સેમસંગ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા યૂઝર્સના એક વર્ગ માટે સરકારે આ ચેતવણી જારી કરી છે.
સેમસંગ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા કરોડો લોકો માટે સરકાર તરફથી એલર્ટ આવ્યું છે. ભારતમાં સેમસંગ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા યૂઝર્સના એક વર્ગ માટે સરકારે આ ચેતવણી જારી કરી છે. આવા યુઝર્સને તેમના સ્માર્ટફોનને તાત્કાલિક અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું છે.
આવા વપરાશકર્તાઓ માટે ખાસ ચેતવણી
કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઈન્ડિયા એટલે કે CERT-In એ સેમસંગ યુઝર્સને સુરક્ષા જોખમોને ટાંકીને તેમના સ્માર્ટફોન અપડેટ કરવા જણાવ્યું છે. આ એલર્ટ સેમસંગ સ્માર્ટફોનના તે યુઝર્સ માટે છે, જેમના ફોન હાલમાં એન્ડ્રોઇડ 11, 12, 13 કે 14 વર્ઝન પર ચાલી રહ્યા છે. એજન્સીનું કહેવું છે કે એન્ડ્રોઇડ 11, 12, 13, 14 પર ચાલતા સેમસંગ ફોનમાં કેટલીક સમસ્યાઓ છે, જેના કારણે એટેકર તમારી જાણ બહાર તમારા ફોનમાં ઘૂસી શકે છે.
સરકારી ચેતવણીઓને હળવાશથી ન લો
CERT-In દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણી હાઈ રિસ્ક વોર્નિંગ કેટેગરીની છે. આનો અર્થ એ છે કે જો તમે પણ એન્ડ્રોઇડ વર્ઝન 11 થી 14 પર સેમસંગ સ્માર્ટફોન ચલાવી રહ્યા છો, તો તમારે આ ચેતવણીને બિલકુલ હળવાશથી ન લેવી જોઈએ. આવા તમામ યુઝર્સે સરકારની ચેતવણી પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને તેમના સ્માર્ટફોન અપડેટ કરવા જોઈએ. નહિંતર, તમારા સ્માર્ટફોનમાંથી સંવેદનશીલ જાણકારી ચોરી થઈ શકે છે.
એટેક કરનારા આ કામ કરી શકે છે
ચેતવણી અનુસાર, સંબંધિત એન્ડ્રોઇડ વર્ઝનવાળા સ્માર્ટફોનમાં જોવા મળેલી ખામીઓને કારણે, એટેક કરનારા સુરક્ષા રિસ્ટ્રિક્શનને બાયપાસ કરી શકે છે અને સંવેદનશીલ જાણકારીની ચોરી કરી શકે છે. સાથે જ એટેકર ટારગેટેડ સિસ્ટમ પર આર્બિટરરી કોડ એક્સીક્યૂટ કરી શકે છે. આના કારણે નોક્સ ફીચરના એક્સેસ કંટ્રોલ, ફેશિયલ રેકગ્નિશન સોફ્ટવેર, એઆર ઈમોજી એપમાં ઓથોરાઈઝેશન ઈશ્યુ, મેમરી કરપ્શન સહિત અનેક ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
આ ઉપકરણો પર જોખમ છે
CERT-In અનુસાર, જો કોઈ એટેકર કોઈ ઉપકરણને નિશાન બનાવે છે, તો તે સિમ પિનને ઍક્સેસ કરી શકે છે, બ્રોડકાસ્ટ મોકલી શકે છે, AR ઈમોજીનો સેન્ડબોક્સ ડેટા વાંચી શકે છે, સિસ્ટમનો સમયને બદલી નોક્સ ગાર્ડ લૉકને બાયપાસ કરી શકે છે. આર્બિટરરી ફાઇલોને ઍક્સેસ કરી શકે છે. આ જોખમોથી પ્રભાવિત સ્માર્ટફોન્સમાં, Galaxy S23 સીરિઝ, Galaxy Z Flip5, Galaxy Z Fold5 વગેરે પ્રમુખ છે.