શોધખોળ કરો
Advertisement
મોદી સરકારે ટિકટૉક-હેલો સહિત ચીનની 59 એપ્સ પર મૂક્યો પ્રતિબંધ, જાણો એપ ડાઉનલોડ કરી હશે તો શું થશે?
ભારત સરકારનુ આ પગલુ ચીન પર એક પ્રકારની ડિજિટલ સ્ટ્રાઈક સમાન જ છે. આમા ટિકટોકને તો ભારતમાં અસાધારણ લોકપ્રિયતા મળી છે. કેન્દ્રિય મિનિસ્ટરી ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજીનો સેક્શન 69-એ અંતર્ગત નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું
નવી દિલ્હીઃ લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે સરકારે ચીન વિરુદ્ધ આર્થિક કાર્યવાહી શરૂ કરી દીધી છે. સોમવારે સરકારના આઇટી તથા ઇલેક્ટ્રૉનિક્સ મંત્રાલયે ભારતમાં ફેમસ ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આમાં ટિકટૉક, હેલો, વીચેટ, યુસી ન્યૂઝ સહિતની મુખ્ય એપ સામેલ છે. જાણો હવે આ એપને ડાઉનલૉડ કરી હશે તો શું થશે?
ભારત સરકારનુ આ પગલુ ચીન પર એક પ્રકારની ડિજિટલ સ્ટ્રાઈક સમાન જ છે. આમા ટિકટોકને તો ભારતમાં અસાધારણ લોકપ્રિયતા મળી છે. કેન્દ્રિય મિનિસ્ટરી ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજીનો સેક્શન 69-એ અંતર્ગત નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.
સરકારી યાદીમાં જણાવાયું હતું કે વિવિધ ચાઈનિઝ એપ્લિકેશન વિશે વિવિધ ફરિયાદો મળતી હતી. એટલું જ નહીં કેટલીક એપ્લિકેશન દ્વારા યુઝર્સની માહિતી ચોરી થતી હોવાના પણ રિપોર્ટ વારંવાર પ્રગટ થયા હતા. સરકારે કહ્યું હતુ કે અમુક એેપ્સ તો દેશની એકતા અને અખંડિતતા માટે પણ નુકસાનકારક હતી. આવી એપ્સ દ્વારા અનેક પ્રકારની માહિતી એકઠી કરીને દેશની બહાર આવેલા સર્વરોમાં મોકલવામાં પણ આવતી હતી.
સરકારના આ નિર્ણય પછી જેમના મોબાઈલમાં પહેલેથી આ બધી ચાઇનિઝ એપ ડાઉનલોડ હશે એ કામ કરતી બંધ થશે અને ભવિષ્યમાં ડાઉનલોડ કરી નહીં શકાય. જોકે પ્રતિબંધ ક્યારથી લાગુ થશે તેની સરકારે હજુ સ્પષ્ટતા કરી નથી.
સરકારે જણાવ્યું હતુ કે આ રીતે ભારતમાંથી માહિતી ભારત બહાર મોકલતા રહેવી એ દેશની સુરક્ષા માટે ખતરો છે. સરકારે આ નિર્ણયની જાણકારી ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટરને મોકલી આપી છે. જ્યાંથી આ એપ પ્રતિબંિધત (બેન) કરવાની કાર્યવાહી થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement