શોધખોળ કરો
Advertisement
ઇન્સ્ટાગ્રામ પર આવ્યુ આ ખાસ ફિચર, ઓનલાઇન બુલિંગ કરશો તો ખેર નહીં.......
કંપની પોતાના પ્લેટફોર્મને સુરક્ષિત રાખવા માટે પ્રયાસ કરતી રહે છે, અને આ સિલસિલામાં હવે ઇન્સ્ટાગ્રામે પણ પોતાના યૂઝર્સને નકારાત્મક કૉમેન્ટ કે એકાઉન્ટ્સને દુર રાખવા માટે વધારે તાકાત આપી છે
નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયાના વધતા વ્યાપ અને ઉપયોગની સાથે સાથે હકારાત્મક અને નકારાત્મક બાજુઓ એકસાથે સામે આવી છે. જ્યાં એકબાજુ આનાથી લોકો પોતાની તસવીરો, પોતાના વિચારો કે પછી ક્રિએટીવિટી લોકોની સામે રજૂ કરી શકે છે, તો વળી બીજીબાજુ કેટલીક પૉસ્ટ પર ખરાબ, અને નકારાત્મક કૉમેન્ટ પણ આવે છે, જે યૂઝર્સને માનસિક તણાવ સુધી પહોંચાડી દે છે.
કંપની પોતાના પ્લેટફોર્મને સુરક્ષિત રાખવા માટે પ્રયાસ કરતી રહે છે, અને આ સિલસિલામાં હવે ઇન્સ્ટાગ્રામે પણ પોતાના યૂઝર્સને નકારાત્મક કૉમેન્ટ કે એકાઉન્ટ્સને દુર રાખવા માટે વધારે તાકાત આપી છે.
ઇન્સ્ટાગ્રામે પોતાના પ્લેટફોર્મ પર લોકોને ડરાવવા-ધમકાવવા કે પછી ખરાબ કૉમેન્ટો જેને ઓનલાઇન બુલિંગ (Online Bullying)પણ કહેવાય છે, તેને રોકવા માટે નવા ફિચર પોતાની એપ્લિકેશનમાં એડ કર્યા છે.
ઇન્સ્ટાગ્રામમાં પહેલાથી જ યૂઝર્સને પોતાની કોઇપણ પૉસ્ટ પર કૉમેન્ટ ડિલીટ કરવાની સુવિધા મળેલી જ છે, પણ હવે યૂઝર્સ ‘બલ્ક ડિલીટ’ અને ‘બલ્ક બ્લૉક’ કરી શકશે.
ઇન્સ્ટાગ્રામે મંગળવારે 12 મેએ પોતાના નવા ફિચર્સની જાણકારી આપી, હવે યૂઝર એકવારમાં એકસાથે 25 કૉમેન્ટ ડિલીટ કરી શકશે. એટલું જ નહીં એકજ વારમાં યૂઝર્સ એકસાથે 25 યૂઝર્સને સિલેક્ટ કરીને તેને બ્લૉક પણ કરી શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement