શોધખોળ કરો
Advertisement
કોરોના કાળમાં આ મોટી કંપનીઓ આપી રહી છે ડબલ ઇન્ટરનેટર ડેટા, ઘરેથી કામ કરવા માટે છે બેસ્ટ
જિઓથી લઇને વોડાફોન અને એરટેલ જેવી કંપનીએ હાલ વર્ક ફ્રૉમ હૉમ માટે ખાસ ડબલ ડેટા ઓફર વાળા ઇન્ટરનેટ પ્લાન ઓફર કરી રહી છે
નવી દિલ્હીઃ કોરોના કાળમાં આજકાલ મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે, વર્ક ફ્રૉમ હૉમ કરવા લાગ્યા છે. વળી કેટલાકની તો આખેઆખી ઓફિસ જ ઘરમાં શિફ્ટ થઇ ગઇ છે. આવા સમયે જરૂરી છે કે સારુ ઇન્ટરનેટ મળી રહે. જો તમે એક સારો પ્લાન શોધી રહ્યાં હોય તો અહીં અમને તમે બેસ્ટ ઇન્ટરનેટ પ્લાન બતાવી રહ્યા છે, જેમાં તમને ડબલ ડેટા ઓફર મળી શકે છે.
આ કંપનીઓ આપી રહી છે બેસ્ટ ઇન્ટરનેટ ડેટા પ્લાન....
વોડાફોનનો ડબલ ડેટા પ્લાન
વોડાફોન કંપની આ સમયે ગ્રાહકોને ડબલ ડેટા ઓફર કરી રહી છે, કંપની 299 રૂપિયા વાળા પ્રીપેડમાં 2GB+2GB ડેટા ઓફર કરી રહી છે. આ ઉપરાંત આ પ્લાનમાં દરરોજના 10 એસએમએસ પણ ફ્રી છે. સાથે વોડાફોનથી કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ આપવામાં આવી રહ્યું છે, સાથે આ પ્લાનમાં વોડાફાનો પ્લે અને જી5નુ ફ્રી સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
જિઓનો ખાસ ડેટા પ્લાન
રિલાયન્સ જિઓએ તાજેતરમાંજ પોતાનો નવો 401 રૂપિયા વાળો પ્રી પેડ પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ પણ મળે છે. આ પ્લાનમાં દરરોજ 3GBની સાથે 6GB એક્સ્ટ્રા ડેટા ઓફર કરવામાં આવી રહી છે. આ હિસાબે આ પ્લાનમાં કુલ 90GB ડેટા મળી જાય છે. આ પ્લાનમાં જિઓ નેટવર્ક માટે ફ્રી કૉલિંગ અને નૉન જિઓ નેટવર્ક માટે 1000 મિનીટ્સની ઓફર આપવામાં આવે છે. કંપની આ પ્લાનની સાથે જિઓ એપ્સના ફ્રી સબ્સક્રિપ્શન આપે છે.
એરેટલનો ડેટા પ્લાન
એરટેલના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, આમાં દરરોજ 3GB સુધી ડેટા મળે છે, આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસની સુવિધા પણ મળે છે. એટલુ જ નહીં આ પ્લાનમાં કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા પણ મળે છે. આ ઉપરાંત ગ્રાહકો માટે આ પ્લાન પર એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ, જી5 અને વિન્ક મ્યૂઝિકનુ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement