શોધખોળ કરો
Advertisement
રિલાયન્સ Jio સ્માર્ટ હાઈબ્રિડ સેટ ટોપ બોક્સની ઇમેજ થઈ લીક, જાણો શું છે ખાસ
હાલમાં તેના સોફ્ટવેર ઇન્ટરફેસને લઈને ઇન્ફોર્મેશન ઉપલબ્ધ નથી.
નવી દિલ્હીઃ રિલાયન્સ AGM દરમિયાન જિઓએ માત્ર અપકમિંગ હાઈબ્રિડ સેટ ટોપ બોક્સને લઈને જાણકારી આપી હતી કે તેનાથી લાઈવ ટીવી સર્વિસ, OTT કન્ટેન્ટ અને જિઓફાઈબર બ્રોડબેન્ડ કનેક્શન દ્વારા અનેક સેવાઓ મળશે. પરંતુ તેનો કોઈ ડેમો અથવા પ્રીવ્યૂ આપ્યો ન હતો. હવે પ્રથમ વખત રિલાયન્સ જિઓના હાઈબ્રિડ STB ની ઈમેજ એક યૂઝર દ્વારા શેર કરવામાં આવી છે.
DreamDTH દ્વારા શેર કરવામાં આવેલ તસવીરમાં રિલાયન્સ જિઓ હાઈબ્રિડ એસટીબી બ્લૂક કલરમાં જોવા મળી શકે છે. સાથે જ અહીં કંપનીનું બ્રાન્ડિંગ પણ ટોપ સેન્ટરમાં જોવા મળી શકે છે. આ એસટીબીમાં ઇન્ટરનેટ રાઉટર જેવી અનેક કનેક્ટિવીટી પોર્ટ્સ પણ જોઈ શકાય છે. Jio boxમાં MSOના કોક્સિયલ કેબલ માટે એન્ટ્રી પોર્ટ, એક HDMI પોર્ટ, એક ઇથરનેટ RJ45 પોર્ટ, એક USB 2.0 અને એક USB 3 પોર્ટ આપવામાં આવ્યા છે.
હાલમાં તેના સોફ્ટવેર ઇન્ટરફેસને લઈને ઇન્ફોર્મેશન ઉપલબ્ધ નથી, પરંતુ કહેવાય છે કે, જિઓ હાઈબ્રિડ એસટીબીમાં કસ્ટમ UIની સાથે એન્ડ્રોઈડ ઓએસ આપવામાં આવી શકે છે. રિલાયન્સ જિઓફાઈબર અથવા JioGigaFiber સર્વિસનું કોમર્શિયલ લોન્ચિંગ 5 સપ્ટેમ્બરના રોજ થશે.
કંપની દ્વારા જિઓફાઈબરનું બીટા ટેસ્ટિંગ અંદાજે એક વર્ષથી કરવામાં આવી રહ્યું હતું. એજીએમ દરમિયાન મુકેશ અંબાણીએ જાણકારી આપી હતી કે જિઓ એક વર્ષમાં 1600 શહેરમાં 15 મિલિયનથી પણ વધારે રજિસ્ટ્રેશન પ્રાપ્ત કર્યા છે. જોકે હજુ સુધી કંપની દ્વારા ટેરિફ પ્લાન્સની જાણકારી આપવામાં આવી નથી. જોકે હવે એક સપ્તાહની અંદર જ કોમર્શિયલ લોન્ચિંગ થશે એટલે તેની જાણકારી મળી જશે. અત્યાર સુધી રિલાયન્સે જાણકારી આપી છે કે જિઓફાઈબર પ્લાન્સની શરૂઆત 700 રૂપિયાથી થશે અને કિંમત 10,000 રૂપિયા સુધી જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement