શોધખોળ કરો

JioPhone Prima 2 4G: દિવાળી અગાઉ Jio એ લોન્ચ કર્યો સૌથી સસ્તો ફોન! UPI પેમેન્ટ સહિત અનેક ફીચર્સ મળશે

Reliance Jio એ 4G ફીચર ફોનના નવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને એક નવો અને શાનદાર ફીચર ફોન લોન્ચ કર્યો છે

Reliance Jio: રિલાયન્સ જિયોએ (Reliance Jio) એ JioPhone Prima 2 નામનો નવો 4G ફીચર ફોન લૉન્ચ કર્યો છે. Jio એ ગયા વર્ષે JioPhone Prima લૉન્ચ કર્યો હતો. હવે કંપનીએ તેની ફોન સીરિઝમાં વધારો કરતા તેનું અપગ્રેડેડ મોડલ JioPhone Prima 2નું લોન્ચ કર્યો છે.

Reliance Jio એ 4G ફીચર ફોનના નવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને એક નવો અને શાનદાર ફીચર ફોન લોન્ચ કર્યો છે. JioPhone Prima 2 ની ડિઝાઇન ખૂબ જ અદભૂત છે. આ ફોન ઘણો સારો લાગે છે. ફોન જોયા પછી તમને લાગશે કે તે અન્ય ફીચર ફોનની તુલનામાં ડિઝાઇન મામલે ઘણો સારો દેખાય છે.

JioPhone Prima 2ની સ્પેસિફિકેશન્સ

કંપનીએ આ ફોનમાં 2,000mAh રિપ્લેસેબલ બેટરી આપી છે, જે ફીચર ફોન્સ પ્રમાણે ઘણી મોટી બેટરી છે. યુઝર્સ આ ફોનની બેટરી પણ બદલી શકે છે. કંપનીએ આ ફોનમાં 2.4 ઈંચની કર્વ્ડ ડિસ્પ્લે અને કીપેડ આપ્યું છે. આ ફોન અનસ્પેસિફાઇડ ક્વાલકોમ (Qualcomm) ચિપસેટ અને KaiOS 2.5.3 ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે સોફ્ટવેર પર ચાલે છે. આ ફોનમાં 512MB રેમ અને 4GB ઓનબોર્ડ સ્ટોરેજ આપવામા આવ્યું છે જેને માઇક્રો SD કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે.

JioPhone Prima 2 ના ફીચર્સ

રિલાયન્સ જિયોના આ નવા ફીચર ફોનમાં તેણે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રન્ટ કેમેરા અને બેક કેમેરા પણ આપ્યા છે. કંપનીનો દાવો છે કે લોકો આ ફોનથી કોઈપણ એક્સટર્નલ વીડિયો ચેટ એપ વગર ડાયરેક્ટ વીડિયો કોલ કરી શકે છે. આ ફોનમાં LED ટોર્ચ લાઈટ પણ આપવામાં આવી છે.

યુપીઆઈ પેમેન્ટ, ફેસબુક, યુટ્યુબની સુવિધા

તે સિવાય ફોન મારફતે યુઝર્સ Jio દ્વારા સપોર્ટેડ JioPay દ્વારા સ્કેન કરીને UPI ચુકવણી પણ કરી શકશે. આ સિવાય આ ફોનમાં JioTV, JioCinema અને JioSaavn જેવી ઘણી એપ્સ મનોરંજન માટે ઉપલબ્ધ છે. આ સિવાય યુઝર્સ આ ફોનમાં ફેસબુક, યુટ્યુબ અને ગૂગલ આસિસ્ટન્ટનો પણ ઉપયોગ કરી શકે છે. આ ફોન 23 ભાષાઓને પણ સપોર્ટ કરે છે.

કલર, કિંમત અને સેલ

Reliance Jio એ તેનો ફોન JioPhone Prima 2 માત્ર Luxe Blue કલરમાં લોન્ચ કર્યો છે. તેની કિંમત 2,799 રૂપિયા છે. આ ફોનને એમેઝોનના શોપિંગ પ્લેટફોર્મ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ

Embed widget