શોધખોળ કરો
WhatsApp માં પેમેન્ટ સેટઅપ કેવી રીતે એક્ટિવ કરશો ? જાણો સ્ટેપ બાઈ સ્ટેપ
ભારતમાં WhatsApp Pay લોન્ચ થઈ ગઈ છે. એટલે કે હવે તમે WhatsApp દ્વારા પણ પૈસા મોકલી શકશો. જો કે, હજુ NPCIએ માત્ર 20 મિલિયન રજિસ્ટર્ડ યૂઝર્સને જ મંજૂરી આપી છે.
![WhatsApp માં પેમેન્ટ સેટઅપ કેવી રીતે એક્ટિવ કરશો ? જાણો સ્ટેપ બાઈ સ્ટેપ know how to activate payment setup in whatsapp complete step by step WhatsApp માં પેમેન્ટ સેટઅપ કેવી રીતે એક્ટિવ કરશો ? જાણો સ્ટેપ બાઈ સ્ટેપ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/07034313/whatsapp-pay.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભારતમાં WhatsApp Pay લોન્ચ થઈ ગઈ છે. એટલે કે હવે તમે WhatsApp દ્વારા પણ પૈસા મોકલી શકશો. જો કે, હજુ NPCIએ માત્ર 20 મિલિયન રજિસ્ટર્ડ યૂઝર્સને જ મંજૂરી આપી છે. ભારતમાં WhatsApp Payના 400 મિલિયન કરતા પણ વધુ યૂઝર્સ છે. એવામાં હાલમાં 20 મિલિયન યૂઝર્સને જ ફીચર મળશે. એવું એટલા માટે કે NPCIએ હાલમાં જ થર્ડ પાર્ટી UPI ટ્રાજેક્શન પર 30 ટકાનો કેપ લગાવ્યો છે. આ 1 જાન્યુઆરી 2021થી લાગુ થશે. જો તમે WhatsApp યૂઝ કરો છો તો WhatsApp Pay એક્ટિવેટ કરી શકો છો. ત્યારે જાણો WhatsApp Pay કઈ રીતે એક્ટિવ કરશો.
1. સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને WhatsApp અપડેટ કરો.
2. હવે WhatsApp સેટિંગ્સમાં જાઓ. સેટિંગ્સમાં જો Paymentનું ઓપ્શન હોય તો, તમે તમારી સેટિંગને ફોલો કરો.
3. પેમેન્ટ સેક્શનમાં તમને New Payment અને Add New Payment Method નું ઓપ્શન મળશે. તમારે એડ ન્યૂ પેમેન્ટ મેથડ સિલેક્ટ કરવાની છે.
4. Add New Payment Method માં જઈને પોતાની બેંક સિલેક્ટ કરવાની છે
5. બેન્ક સિલેક્ટ કર્યા બાદ તમારું એકાઉન્ટ વેરિફાઈ કરવામાં આવશે. અહીં Verify Via SMS ઓપ્શન મળશે. તેને સિલેક્ટ કરવાનું છે.
6. ખાસ વાત તો એ છે કે, વોટ્સએપ નંબર અને એકાઉન્ટને સાથે લિંક કરવામાં આવ્યું છે. એટલે નંબર એક જ હોવો જોઈએ ત્યારે જ વેરિફિકેશ થશે.
7. વેરિફિકેશન બાદ ફિનિશ પેમેન્ટ સેટઅપ પર ટેપ કરવું. હવે તમને UPI પિન સેટ કરવાનું મળશે.
8. સેટએપ પૂરું થયા બાદ WhatsApp પર જ મેસેજની જેમ પૈસા મોકલી શકશો.
9 હવે અટેચમેન્ટ આઈકોન પર જવું પડશે, જ્યાં Payment ના ઓપ્શન પર ટેબ કરીને એમાઉન્ટ એન્ટ કરવું પડશે.
10. WhatsApp Payment માત્ર વોટ્સએપ યૂઝર્સ જ નહીં પરંતુ જે લોકોનું UPI એક્ટિવ છે તેમને પણ મોકલી શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)