64GB અને ફાસ્ટર RAM સાથે આવશે iPhone 14 Pro અને Pro Max, જાણો સંભવિત સ્પેશિફિકેશન્સ અને કિંમત
iPhone 14ને 6.1-ઇંચની સ્ક્રીન સાઇઝમાં લોન્ચ કરી શકાય છે, જ્યારે iPhone 14 Pro સ્માર્ટફોન 6.1-ઇંચની ડિસ્પ્લે સાથે ઓફર કરી શકાય છે. સમાન iPhone 14 Maxનું ડિસ્પ્લે સાઈઝ 6.7 ઈંચ હોવાનો અંદાજ છે.
iPhone 14: ટેક જાયન્ટ એપલે પોતાના નવા અપકમિંગ ફોન આઇફોન 14ને લઇને ઉત્સુક છે, પરંતુ લૉન્ચ પહેલા જ તેના કેટલાક ફિચર્સ અને કિંમતને લઇને લીક સામે આવી ગઇ છે. લીક રિપોર્ટ અનુસાર, આ આઇફોન 14 તેના ગયા મૉડલ આઇફોન 13 કરતા મોંઘો હશે, એટલે માની શકાય કે કંપની આ વખતે ગ્રાહકોને વધુ મોંઘા આઇફોન આપી શકે છે. રિપોર્ટ એવા પણ છે કે, કંપની આ વખતે વર્ષે સપ્ટેમ્બરમાં ઇવેન્ટ યોજશે અને આ ઇવેન્ટમાં iPhone 14 સીરીઝ લોન્ચ કરશે.
કંપની ચાર આઇફોન કરી શકે છે લૉન્ચ -
લીક થયેલા રિપોર્ટ અનુસાર ટેક દિગ્ગજ એપલ આ વખતે સપ્ટેમ્બરમાં આઇફોન 14 સીરીઝ હેઠળ ચાર હેન્ડસેટ લોન્ચ કરી શકે છે. આમાં iPhone 14, iPhone 14 Pro, iPhone 14 Max અને iPhone 14 Pro Max સામેલ હશે. એક મીડિયા રિપોર્ટ્સમાં આની કિંમતને લઇને પણ મોટો દાવો કરવામાં આવી રહ્યો છે, નેક્સ્ટ iPhone 14 Pro અને iPhone 14 Pro Maxની કિંમત અગાઉના iPhone 13 Pro અને iPhone 13 Pro Max કરતાં વધુ હશે અને આ વધારો આશરે $100 એટલે કે લગભગ 7,955.75 રૂપિયા હોવાનો અંદાજ છે.
આઇફોન 13 કિંમત -
iPhone 13 Proની વર્તમાન કિંમત 1,16,900 રૂપિયા છે. તે જ સમયે, iPhone 13 Pro Maxની કિંમત 1,26,900 રૂપિયા છે.
iPhone 14 સંભવિત કિંમત -
iPhone 14 Proની અંદાજિત કિંમત 1,24,900 રૂપિયા હોઈ શકે છે. તે જ સમયે, iPhone 14 Pro Maxની કિંમત 1,34,900 રૂપિયા હોઈ શકે છે. લીક થયેલા રિપોર્ટ અનુસાર, iPhone 14 Proની કિંમત $999 (રૂ. 79,492.83) થી શરૂ થઇને $1009 (રૂ. 80,288.55) થશે. જ્યારે iPhone 14 Pro Maxની કિંમત $1,199 (રૂ. 95,407.31) હશે. કંપની તેના iPhone 13 મિની મોડલને iPhone 14 Max વર્ઝન સાથે રિપ્લેસ કરી રહી છે. જોકે તેની કિંમત જૂના iPhone 13 મિની કરતાં $300 (લગભગ 25,000 રૂપિયા) વધુ હોઈ શકે છે.
આવા હોઇ શકે છે આઇફોન 14 સીરીઝના ફિચર્સ -
iPhone 14ને 6.1-ઇંચની સ્ક્રીન સાઇઝમાં લોન્ચ કરી શકાય છે, જ્યારે iPhone 14 Pro સ્માર્ટફોન 6.1-ઇંચની ડિસ્પ્લે સાથે ઓફર કરી શકાય છે. સમાન iPhone 14 Maxનું ડિસ્પ્લે સાઈઝ 6.7 ઈંચ હોવાનો અંદાજ છે. iPhone 14 Pro Max સ્માર્ટફોન પણ 6.7-ઇંચની ડિસ્પ્લે સાઇઝ સાથે લોન્ચ થશે. iPhone 14 શ્રેણીના બંને પ્રો મોડલ ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવશે, જેમાં 48MP અલ્ટ્રા-વાઇડ લેન્સ, 12MP અલ્ટ્રા-વાઇડ અને ટેલિફોટો લેન્સનો સમાવેશ થશે. iPhone 14 સિરીઝ 8K વીડિયોને સપોર્ટ કરશે. Apple iPhone 14 Pro મોડલ 8GB રેમ અને 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે સાથે ઓફર કરવામાં આવશે. જો કે, iPhone 13 મોડલ 128GB ના સ્ટોરેજ વિકલ્પ સાથે લોન્ચ થશે.