શોધખોળ કરો
Advertisement
નવા વર્ષે જાન્યુઆરીમાં લૉન્ચ થશે MI ના આ બે શાનદાર ફોન, જાણો ફિચર્સ વિશે....
રિપોર્ટ છે કે કંપનીનો શ્યાઓમી MI 11 કર્વ્ડ ડિસ્પ્લે સાથે આવી શકે છે. જેમાં 108 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા સેન્સરની સાથે રિયર પર એક ત્રિપલ કેમેરા સેટઅપ હશે, જેમાં 30 એક્સ ઝૂમને સપોર્ટ કરવાની વાત કહેવામાં આવી રહી છે
નવી દિલ્હીઃ આગામી વર્ષે જાન્યુઆરી મહિનાથી સ્માર્ટફોન માર્કેટમાં કેટલીય સ્માર્ટફોન મેકર કંપનીઓ પોતાના નવા ફોન લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ છે કે ચીની કંપની શ્યાઓમી પણ જાન્યુઆરીમાં પોતાના નવા બે MIના ફોન લૉન્ચ કરવાની છે, આ ફોન શ્યાઓમી MI 11 અને શ્યાઓમી MI 11 પ્રૉ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
રિપોર્ટ છે કે કંપનીનો શ્યાઓમી MI 11 કર્વ્ડ ડિસ્પ્લે સાથે આવી શકે છે. જેમાં 108 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા સેન્સરની સાથે રિયર પર એક ત્રિપલ કેમેરા સેટઅપ હશે, જેમાં 30 એક્સ ઝૂમને સપોર્ટ કરવાની વાત કહેવામાં આવી રહી છે.
આવા હોઇ શકે છે ફિચર્સ
MI 11 માર્કેટમા એવો પહેલો સ્માર્ટફોન હશે, જેને સ્નેપડ્રેગન 888 ફ્લેગશિપ પ્રૉસેસરની સાથે લૉન્ચ કરવામાં આવશે. ફોનમાં 50 એમપી પ્રાઇમરી કેમેરો, 48 એમપી અલ્ટ્રા-વાઇડ કેમેરા અને એક 12 એમપી ટેલિફોટો લેન્સ હશે, જ્યારે ચોથો કેમેરા લેન્સ ડેપ્થ સેન્સરની સાથે આવશે. ડિવાઇસમાં સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ હશે, જેનુ રિઝૉલ્યૂશન 2કે હશે, આમાં સેલ્ફી માટે એક પંચ હૉલ પણ હશે. ફોનમાં 120 ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલૉજીનું પણ ફિચર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ગુજરાત
Advertisement