હવે Google નહીં ચોરી શકે તમારો પર્સનલ ડેટા, આવી ગઇ આ ખાસ App જે બનશે તમારો ડેટા રક્ષક, જાણો
બર્ટ હ્યૂબર્ટ નામના એક ડેવલપરે એક એવી એપ ડેવલપ કરી છે, જે તમારા PC દ્વારા ગૂગલ પર ડેટા ગૂગલ પર ડેટા મોકલવા પર એલર્ટ આપશે.
મુંબઇઃ આજના જમાનામાં ઇન્ટરનેટ અને તેમાં પણ ગૂગલની સર્વિસનો સૌથી વધુ થઇ રહ્યો છે. આપણે જ્યારે મોબાઇલમાં કે કૉમ્પ્યૂટર ઉપર કોઇપણ વસ્તુનુ સર્ચ કરવુ હોય કે જાણકારી મેળવવી હોય તો ગૂગલ પર સર્ચ કરીએ છીએ, અને ઘણીવાર આપણે આપણા પર્સનલ ડેટાને ગૂગલને આપી દઇએ છીએ. તમારુ કૉમ્પ્યૂટર કે મોબાઇલ ગૂગલને તમારો ડેટા મોકલી દેછે. એક રિપોર્ટમાં સામે આવ્યુ છે કે, Google, ટ્વીટર, એપલ અને ફેસબુકની સરખામણીમાં સૌથી વધુ ડેટા એકઠો કરે છે, ગૂગલ તમારો ડેટા સૌથી વધુ ટ્રેક કરે છે.
બર્ટ હ્યૂબર્ટ નામના એક ડેવલપરે એક એવી એપ ડેવલપ કરી છે, જે તમારા PC દ્વારા ગૂગલ પર ડેટા ગૂગલ પર ડેટા મોકલવા પર એલર્ટ આપશે. નવી એપ ગૂગલને ડેટા મોકલવાની પ્રૉસેસને સમજવામાં પણ તમારી મદદ કરશે. Googerteller બર્ટ હ્યૂબર્ટ દ્વારા બનાવવામાં આવી છે. આને PowerDNS બનાવવા માટે ઓળખવામાં આવે છે.
એપ કઇ રીતે કામ કરે છે ?
જેમ કે 9to5Google દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યુ છે, Googerteller IP એડ્રેસ લિસ્ટનો ઉપયોગ કરીને આ કામ કરે છે, જ્યારે પણ Googerteller ને ખબર પડે છે કે તમારુ કૉમ્પ્યુટર તે IP એડ્રેસમાંથી કોઇ એક સાથે જોડાયેલુ છે, તો આ તમને સચેતકરવામાટે એક બીપ સાઉન્ડ કરશે કે ડેટા Google સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
શું ગૂગર્ટેલર તમામ ડિવાઇસ સાથે કામ કરે છે ?
Googertellerને હજુ માત્ર Linux-આધારિત ઓપરેટિંગ સિસ્ટમ (Debian, Ubuntu, Arch, Fedora અને અન્ય) પર કામ કરવા માટે ડિઝાઇન કરવામા આવી છે, આ એપને મફતમાં ડાઉનલૉડ કરી શકો છો. હ્યૂબર્ટનું કહેવુ છે કે આ ચોક્કસ નથી કહી શકતા કે Google તમારા ડિવાઇસમાંથી લેવામા આવેલા ડેટા સાથે શું કરે છે, પરંતુ આ કંપનીઓના એક્સેસને નિયંત્રિત કરવાની ખુબ જરૂર છે. Google જુદીજુદી સર્વિસ પર યૂઝ્સ એક્સપીરિયન્સ બેસ્ટ કરવા માટે આ ડેટાનો ઉપયોગ કરે છે. Googleનુ નેટવર્ક અલગ અલગ સર્વિસમાં ફેલાયેલુ છે, જેમાં એડ Analytics અને બીજુ ઘણુબધુ સામેલ છે.
આ પણ વાંચો........
Asia Cup 2022: એશિયા કપમાં નવી ટીમની એન્ટ્રી, ભારત-પાકિસ્તાન ગ્રૂપમાં સામેલ થશે, જાણો શેડ્યૂલ
Russia-Ukraine War: યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયાએ કર્યો મોટો હુમલો, 22 લોકો માર્યા ગયાનો દાવો
Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ
ગુજરાતી એક્ટ્રેસ હેપ્પી ભાવસારનું નાની વયે નિધન, અઢી મહિના અગાઉ બન્યાં હતાં માતા
Corona Cases In India: દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા હજાર નવા કેસ
ઝોમેટોને પિઝાનો ઓર્ડર રદ કરવો ભારે પડ્યો! 300 રૂપિયાના પિઝા માટે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે