શોધખોળ કરો
Advertisement
આ વર્ષે નોકિયા ભારતમાં લૉન્ચ કરશે ચાર 5G ફોન, જાણો કયા છે મૉડલ ને શું છે ખાસિયત
રિપોર્ટ પ્રમાણે 2021ની પહેલી ત્રિમાસિકમાં 2 નોકિયા 5G ફોન લૉન્ચ કરવામાં આવશે, અને ત્યારબાદ કંપની 2021ના અંત સુધી બાકીના બે 5G સ્માર્ટફોન લૉન્ચ કરશે
નવી દિલ્હીઃ નોકિયાને મેનેજ કરનારી એચએમડી ગ્લૉબલ હજુ માત્રે એક જ 5G સ્માર્ટફોન નોકિયા 8.3 5G વેચી રહી છે. પરંતુ હવે તે 5G ડિપાર્ટમેન્ટમાં પોતાની પહોંચ વધારવા માટે પ્રયાસ કરી રહી છે. રિપોર્ટ છે કે વર્ષ 2021માં નોકિયા ભારતમાં પોતાના એક-બે નહીં પરંતુ ચાર અલગ અલગ મૉડલના 5G સ્માર્ટફોન લૉન્ચ કરવાનુ પ્લાનિંગ કરી રહી છે. NokiaPowerUserના રિપોર્ટમાં નોકિયાના ચાર નવા નોકિયા બ્રાન્ડેડ 5G સ્માર્ટફોનનો ખુલાસો થયો છે.
રિપોર્ટ પ્રમાણે 2021ની પહેલી ત્રિમાસિકમાં 2 નોકિયા 5G ફોન લૉન્ચ કરવામાં આવશે, અને ત્યારબાદ કંપની 2021ના અંત સુધી બાકીના બે 5G સ્માર્ટફોન લૉન્ચ કરશે.
(પ્રતિકાત્મક તસવીર)
નોકિયાના આ ચારેય સ્માર્ટફોનના નામ શું હશે તેનો ખુલાસો નથી થયો, પરંતુ નોકિયાપાવરયૂઝરના રિપોર્ટ પ્રમાણે આ ફોન Nokia 5.4, Nokia 7.3, Nokia 8.3 અને Nokia 9 PureView ના અપગ્રેડિડ વેરિએન્ટ હોઇ શકે છે. આવામાં 2021 માં HMDના આ 4 ફોનને Nokia 5.5 5G, Nokia 7.4 5G, Nokia 8.4 5G અને Nokia 9.x PureViewના નામથી લૉન્ચ કરી શકે છે.
નોકિયાના ફોન્સ વિશે જાણકારી મળી છે કે Nokia 7.4 5G પહેલા લૉન્ચ થનારા 2 સ્માર્ટફોનમાં એક હોઇ શકે છે. આને કંપની 2021ની પહેલી ત્રિમાસિકમાં લૉન્ચ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
આરોગ્ય
રાજકોટ
Advertisement