શોધખોળ કરો
Advertisement
આજે લૉન્ચ થશે OnePlusનો આ દમદાર ફોન, કેવા હશે ફિચર્સ ને શું હશે કિંમત, જાણો વિગતે
વનપ્લસ 8ટી ફોનમાં કંપની ક્વાલકૉમ સ્નેપડ્રેગન 865 પ્રૉસેસર આપી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે આને 8જીબી રેમ અને 128જીબી સ્ટૉરેજની સાથે લૉન્ચ કરવામાં આવશે. વનપ્લસ 8ટીને સ્ટેન્ડલૉન સ્માર્ટફોન તરીકે માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર વનપ્લસ આજે પોતાનો દમદાર ફોન OnePlus 8T લૉન્ચ કરવા જઇ રહી છે. કંપની આજે એક વર્ચ્યૂઅલ ઇવેન્ટ કરીને આ ફોનને લૉન્ચ કરશે. ઇવેન્ટ ભારતમાં સાંજે 7.30 વાગે શરૂ થશે. જો તમે આ ઇવેન્ટને જોવા માંગતા હોય તો તમે કંપનીની વેબસાઇટ પર કે યુટ્યૂબ પેજ પર જઇને જોઇ શકો છો.
વનપ્લસ 8ટી ફોનમાં કંપની ક્વાલકૉમ સ્નેપડ્રેગન 865 પ્રૉસેસર આપી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે આને 8જીબી રેમ અને 128જીબી સ્ટૉરેજની સાથે લૉન્ચ કરવામાં આવશે. વનપ્લસ 8ટીને સ્ટેન્ડલૉન સ્માર્ટફોન તરીકે માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે.
વનપ્લસ 8ટીની સંભવિત સ્પેશિફિકેશન્સ....
વનપ્લસ 8ટીમાં 6.55 ઇંચની ફૂલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. ડિસ્પ્લેની સૌથી ઉપર લેફ્ટમાં એક પંચ હૉલ કટઆઉટ આપવામાં આવી શકે છે. જેમાં સેલ્ફી કેમેરા હશે. વનપ્લસ 8ટી ક્વાલકૉમ સ્નેપડ્રેગન 865 પ્રૉસેસરથી ઓપરેટ થશે, આની સાથે આ 8GB રેમ અને 128GB સ્ટૉરેજ સાથે આવશે. ડિવાઇસના જે વેરિએન્ટ આપવામાં આવ્યા છે જેમાં 12GB રેમ અને 256GB સ્ટૉરેજ હશે. આ ફોન એન્ડ્રોઇડ 11 પર બેઝ્ડ OxygenOS 11 પર કામ કરશે.
કેમરા ફિચર્સ
આમાં રિયરમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો હશે, આ ઉપરાંત બીજો કેમેરો 16MPનો અલ્ટ્રા-વાઇડ લેન્સ હશે. ઉપરાંત 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને એક 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર મળશે. સાથે 4,500mAhની બેટરી પણ ફોનમાં આપવામાં આવશે. જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
ફોનની કિંમત....
કંપનીએ વનપ્લસ 8ટીની કિંમતને લઇને કોઇ ખુલાસો નથી કર્યો. પરંતુ લીક રિપોર્ટ્સ અનુસાર આ સ્માર્ટફોન બે વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવી શકે છે, 8GB RAM + 128GB વેરિએન્ટની કિંમત 42,999 રૂપિયા હોઇ શકે છે. ફોનના 12GB RAM + 256GB વેરિએન્ટની કિંમત 45,999 રૂપિયા સુધી માનવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement