OnePlus 9 Pro: આ દમદાર ફોનની સામે આવી પહેલી ઝલક, જાણો ક્યારે થશે લૉન્ચ ને શું હશે ફિચર્સ
આ સીરીઝ 23 માર્ચે રિલીઝ થઇ શકે છે. આ અંતર્ગત OnePlus 9, OnePlus 9 Pro અને OnePlus 9e લૉન્ચ થઇ શકે છે. વળી લૉન્ચ પહેલા OnePlus 9 Proના Morning Mist કલર વેરિએન્ટની પહેલી ઝલક સામને આવી છે. પહેલીવાર જોવામાં ફોનનો લૂક જોરદાર અને દમદાર લાગી રહ્યો છે. જાણો ફોનની સ્પેશિફિકેશન્સ.......
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની વનપ્લસ બહુ જલ્દી પોતાની દમદાર સીરીઝ વનપ્લસ 9 સીરીઝને માર્કેટમાં ઉતારી શકે છે. આ સીરીઝ 23 માર્ચે રિલીઝ થઇ શકે છે. આ અંતર્ગત OnePlus 9, OnePlus 9 Pro અને OnePlus 9e લૉન્ચ થઇ શકે છે. વળી લૉન્ચ પહેલા OnePlus 9 Proના Morning Mist કલર વેરિએન્ટની પહેલી ઝલક સામને આવી છે. પહેલીવાર જોવામાં ફોનનો લૂક જોરદાર અને દમદાર લાગી રહ્યો છે. જાણો ફોનની સ્પેશિફિકેશન્સ.......
આ હોઇ શકે છે સ્પેશિફિકેશન્સ.....
OnePlus 9 Proમાં 6.7 ઇંચની QHD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1440x3216 પિક્સલ છે. આ ફોનમાં પંચ હૉલ ડિઝાઇનમાં પાતળી બેઝલ આપવામા આવી છે. ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર બેઝ્ડ Oxygen OS 11 પર કામ કરે છે. આ ફોન ઓક્ટાકૉર સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. આમાં 12 GB રેમ અને 256 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી છે.
કેમેરા....
ફોટોગ્રાફીની વાત કરીએ તો OnePlus 9 Proમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 50 મેગાપિક્સલનુ ડિસ્ટૉર્શન ફ્રી અલ્ટ્રા-વાઇડ લેન્સ, 8 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરો અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવી શકે છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
4500mAhની છે બેટરી....
પાવર માટે વનપ્લસના આ ફોનમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે, જે 65 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. આમાં બાયૉમેટ્રિક સિક્યૉરિટી માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપનવામાં આવશે.
ચીની કંપની રિયલમીએ ઘટાડી ફોનની કિંમત....
ચીની સ્માર્ટફોન મેકર કંપની Realmeએ પોતાના શાનદાર બજેટ ફોન Realme C15ની કિંમત ઘટાડી દીધી છે. કંપનીએ આ ફોનની કિંમતમાં 1000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ફોનના તમામ વેરિએન્ટને હવે તમે એક હજાર રૂપિયા સસ્તામાં ખરીદી શકો છો. જાણો ફોનની નવી કિંમત અને ફિચર્સ....
આ છે નવી કિંમત....
કિંમત ઓછી થયા બાદ Realme C15ના 3 GB રેમ+ 32 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની પ્રાઇસ 9,999 રૂપિયાની જગ્યાએ 8,999 રૂપિયા થઇ ગઇ છે. આ ઉપરાંત ફોનના 4 GB રેમ+ 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 10,999 રૂપિયાની જગ્યાએ 9,999 રૂપિયા કરી દેવામા આવી છે. આ ફોનની સૌથી ખાસ વાત ઓછી કિંમતમાં ક્વાડ સેટઅપ કેમેરા અને 6000mAhની બેટરી આપવામાં આવી છે.