શોધખોળ કરો
Advertisement
ચીની મોબાઇલ કંપની વનપ્લસે ભારતમાં એપલ અને સેમસંગને આ બાબતે પછાડી, જાણો વિગતે
ભારતમાં મોટા ભાગના સ્માર્ટફોન યૂઝર્સ એપલ અને સેમસંગની ઓપરેટિંગ સિસ્ટમના બદલે વનપ્લસની ઓપરેટિંગ સિસ્ટમ OxygenOS ને વધુ પસંદ કરી રહ્યાં છે
નવી દિલ્હીઃ તાજેતરમાં જ CMR Indiaએ ઓપરેટિંગ સિસ્ટમને લઇને એક સર્વો કર્યો હતો, જેમાં એ જાણવા મળ્યુ કે ભારતમાં મોટા ભાગના સ્માર્ટફોન યૂઝર્સ એપલ અને સેમસંગની ઓપરેટિંગ સિસ્ટમના બદલે વનપ્લસની ઓપરેટિંગ સિસ્ટમ OxygenOS ને વધુ પસંદ કરી રહ્યાં છે. આ સર્વે દિલ્હી, મુંબઇ, કોલકત્તા, બેંગ્લુરુ, ચેન્નાઇ અને હૈદરાબાદના 18 થી 40 વર્ષની ઉંમરના 1,226 સ્માર્ટફોન યૂઝર્સ પર કરવામાં આવ્યો હતો.
એપલથી આગળ નીકળ્ય વનપ્લસ
સર્વેમાં 74 ટકા લોકોને iOSથી વધારે વનપ્લસની ઓપરેટિંગ સિસ્ટમ OxygenOS ગમે છે. વળી, સેમસંગની ઓપરેટિંગ સિસ્ટમ One UI ને માત્ર 68 ટકા યૂઝર્સે સારી બતાવી છે. આ સર્વેમાં એ પણ જાણવા મળ્યુ છે કે દેશના 30 ટકા સ્માર્ટફોન યૂઝર્સ વનપ્લસને પસંદ કરે છે.
આ મામલે પણ વનપ્લસ પર વિશ્વાસ
સર્વે અનુસાર બ્રાન્ડ લૉયલ્ટીમાં 39 ટકા યૂઝર્સ વનપ્લસના સ્માર્ટફોન પર વિશ્વાસ રાખે છે. વળી આ મામલામાં એપલના 35 ટકા જ્યારે 27 ટકા યૂઝર્સે સેમસંગને પોતાની પસંદ ગણાવી છે. યૂઝર્સે વનપ્લસની ઓક્સિજન ઓએસ સ્માર્ટફોનમાં ફાસ્ટ અને સ્મૂથલી ચાલવાના કારણે પોતની પસંદ ગણાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement