શોધખોળ કરો
Advertisement
આજે OnePlus લૉન્ચ કરશે આ દમદાર ફોન, જાણો કેટલા વાગે ને ક્યાં થશે લૉન્ચ......
ખાસ વાત છે કે, વનપ્લસ 8 સીરીઝનો આ ફોન ચીનમાં આજે સાંજે 4.30 વાગ્યાની ઇવેન્ટમાં લૉન્ચ થશે
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર OnePlus કંપની આજે પોતાનો એક દમદાર સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. બુધવારે વનપ્લસે આની એક ઝલક ચીની માઇક્રો બ્લૉગિંગ સાઇટ વીબો પર બતાવી હતી. જોકે, હજુ સુધી ખુલાસો નથી થયો કે કયો સ્માર્ટફોન છે.
રિપોર્ટ છે કે, આજે કંપની પોતાનો નવો સ્માર્ટફોન વનપ્લસ 8 સીરીઝનો OnePlus 8 Lite હોઇ શકે છે. ગયા મહિને ટિપ્સ્ટરે એવો પણ દાવો કર્યો હતો કે કંપની OnePlus 8 લાઇટ સ્માર્ટફોનને અલગ નામથી લૉન્ચ કરી શકે છે, અને આનુ નામ OnePlus Z પણ હોઇ શકે છે.
વનપ્લસે પોતાના વીબો એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં સફેદ રંગનુ એક બૉક્સ દેખાઇ રહ્યું છે, અને તેના પર વનપ્લસનો લૉગો બનેલો છે. જો સોશ્યલ મીડિયા સાઇટ પર શેર કરવામાં આવેલી આ પ્રૉડક્ટ OnePlus 8 Lite જ હશે તો આશા છે કે આ ફોનની કિંમત OnePlus 8 પ્રો અને OnePlus 8 કરતા ઓછી હશે.
રિપોર્ટ એવા પણ છે કે વનપ્લસની આ પ્રૉડક્ટની કિંમત 699 ડૉલર (લગભગ 53000 રૂપિયા)થી શરૂ થશે, વળી OnePlus 8 પ્રૉની શરૂઆતી કિંમત થોડી વધારે છે, જે 899 ડૉલર (લગભગ 68400 રૂપિયા) છે.
ખાસ વાત છે કે, વનપ્લસ 8 સીરીઝનો આ ફોન ચીનમાં આજે સાંજે 4.30 વાગ્યાની ઇવેન્ટમાં લૉન્ચ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રાઇમ
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion