શોધખોળ કરો
Advertisement
ત્રણ દિવસ બાદ ભારતમાં લૉન્ચ થશે Oppoનો આ 5G સ્માર્ટફોન, જાણી લો શું છે ખાસ......
માનવામાં આવે છે કે આ ફોનમાં 44MP સેલ્ફી કેમેરા અને 2MP ડેપ્થ સેન્સર મળશે
નવી દિલ્હીઃ ચીનની સ્માર્ટફોન મેકર કંપની OPPO હવે પોતાનો નવો Reno 3 Pro 5G સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ કરવાની તૈયારીમાં છે. ફોન માટે પ્રી-ઓર્ડરની શરૂઆત કરી દેવામાં આવી છે. આ ફોનને આગામી 2જી માર્ચે ભારતમાં લૉન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત ફોન પર કેટલીક ઓફર્સ પણ મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, Reno 3 Pro 5G અને Reno 3 5Gને ગયા વર્ષે ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યા હતા.
Reno 3 Pro 5Gની ખાસિયતો.....
Oppo Reno 3 Proમાં 12GB રેમ અને 256GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે, સાથે 5G-ઇનેબલ્ડ ક્વાલકૉમ સ્નેપડ્રેગન 765G પ્રૉસેસર છે. આ ફોન એન્ડ્રોઇડ 10 બેઝ્ડ ColorOS 7.0 પર કામ કરે છે.
ફોટોગ્રાફી માટે ફોનમાં રિયરમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, એટલુ જ નહીં ફોનમાં 4025mAhની બેટરી છે જે 30W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
ફોનમાં ટૉપ લેફ્ટ કોર્નરમાં એક પંચ હૉલની સાથે કર્વ્ડ એઝ સ્ક્રીન હોઇ શકે છે, જે 90Hz ડિસ્પ્લે સાથે આવશે. આ ફોન ચાર કલર વેરિએન્ટ- મિસ્ટી વ્હાઇટ, મૂન નાઇટ બ્લેક, બ્લૂ સ્ટેરી નાઇટ અને સનરાઇઝ ઇમ્પ્રેશનમાં મળશે.
માનવામાં આવે છે કે આ ફોનમાં 44MP સેલ્ફી કેમેરા અને 2MP ડેપ્થ સેન્સર મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion