શોધખોળ કરો
Advertisement
ચીની કંપનીના આ ફોને કર્યુ ભારતમાં રેકોર્ડ વેચાણ, માત્ર 2 મિનીટમાં 1.5 લાખ ફોન વેચ્યા
ખાસ વાત એ છે કે ચીની કંપનીનો સ્માર્ટફોન Realme C11 ભારતીય યૂઝર્સને ખુબ પસંદ આવી ગયો, અને સેલમાં માત્ર 2 મિનીટની અંદર 1.5 લાખ યૂનિટ સેલઆઉટ થઇ ગયા હતા
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર રિયલમીએ ભારતમાં મોબાઇલ ફોન વેચવામાં રેકોર્ડ બનાવી દીધો છે. કંપનીએ 22 જુલાઇએ પોતાના Realme C11 સ્માર્ટફોનને પહેલીવાર સેલમાં વેચવા માટે મુક્યો હતો. આ ફોનને ભારતીય યૂઝર્સ તરફથી જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો, અને માત્ર બે મિનીટની અંદરજ ફોનના 1.5 લાખ યૂનિટનું વેચાણ થઇ ગયુ હતુ.
કંપનીએ આ વાતની જાણકારી એક ટ્વીટ કરીને આપી. રિયલમીના આ સ્માર્ટફોનની સેલ 23 જુલાઇએ બપોરે 12 વાગે ઇ-કૉમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ અને રિયલમી ઇન્ડિયાની વેબસાઇટ પર થઇ હતી.
ખાસ વાત એ છે કે ચીની કંપનીનો સ્માર્ટફોન Realme C11 ભારતીય યૂઝર્સને ખુબ પસંદ આવી ગયો, અને સેલમાં માત્ર 2 મિનીટની અંદર 1.5 લાખ યૂનિટ સેલઆઉટ થઇ ગયા હતા.
ફોનની કિંમતની વાત કરીએ તો Realme C11ની કિંમત 7499 રૂપિયા સુધીની છે. રિયલમીના આ ફોનને તમે રિચ ગ્રીન અને રિચ ગ્રે કલર વેરિએન્ટમાં ખરીદી શકો છો. વળી આ સ્માર્ટફોનની નેક્સ્ટ સેલ 29 જુલાઇએ થશે.
Realme C11માં કંપનીએ 6.5 ઇંચની ફૂલ એચડી પ્લસ વૉટર ડ્રૉપ નૉચ ડિસ્પ્લે આપી છે. પરફોર્મન્સમ માટે આમાં મીડિયાટેક હીલિયો જી35 ઓક્ટાકૉર પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, આ એક બેસિક પ્રૉસેસર છે. ઉપરાંત ફોનમાં 5000એમએએચની દમદાર બેટરી છે, અને ફોનના સ્ટૉરેજને 2526જીબી સુધી વધારી શકાય છે. સાથે સાથે કંપનીએ ફોનમાં ડ્યૂલ કેમેરા સેટઅપ પણ આપ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement