Realmeના બે દમદાર ફોન આ દિવસે ભારતમાં થશે લૉન્ચ, જાણો લાઇવ ઇવેન્ટથી લઇને તમામ ડિટેલ્સ........
કંપનીએ Narzo 50 Pro 5Gને 6જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ મેમરી સાથે લિસ્ટ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 5 લેયર વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ આપવામા આવી છે.
Realme Narzo 50 5G Price: રિયલમી ભારતમાં પોતાના બે નવા સ્માર્ટફોન Realme Narzo 50 5G અને Narzo 50 Pro 5G ને લૉન્ચ કરવા માટે તૈયાર છે. કંપની દ્વારા આને 18 મેએ લૉન્ચ કરવામાં આવશે. આ હેન્ડસેટને કંપનીએ પોતાના સેગમેન્ટમાં સૌથી પાવરફૂલ પ્રૉસેસર આપવાનુ ટીઝ કર્યુ છે, જોકે મીડરેન્જ સ્માર્ટફોન હોવાની આશા છે. એવી અટકળો છે કે Narzo 50 5Gને ડાયમેન્સિટી 810 5G SoCની સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. જ્યારે Narzo 50 Pro 5Gમાં મીડિયાટેક ડાયમેન્શિટી 920 SoCની લૉન્ચની પુષ્ટી થઇ છે.
આ સ્માર્ટફોનને 18 મેએ બપોરે 12:30 વાગ્યે લૉન્ચ કરવામાં આવશે. આની લાઇવ લૉન્ચિંગ કંપનીના ફેસબુક પેજ અને યુટ્યૂબ ચેનલ પર જોઇ શકાશે. Realme Narzo 50 5G અને Narzo 50 Pro 5G ને અમેઝૉન અને રિયલમીની અધિકારિક વેબસાઇટ પર સેલ કરવામાં આવશે.
કંપનીએ Narzo 50 Pro 5Gને 6જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ મેમરી સાથે લિસ્ટ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 5 લેયર વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ આપવામા આવી છે. આની ડિસ્પ્લે વિશે જાણકારી 16 મેએ કંપની દ્વારા આપવામાં આવશે.
Narzo 50 5G સીરીઝની વેબસાઇટ પર લિસ્ટિંગ અનુસાર, આને 24 મેએ ઓનલાઇન સેલ કરવામાં આવશે. કંપની તરફથી કિંમતને લઇને કોઇ જાણકારી આપવામાં આવી નથી. એક રિપોર્ટ અનુસાર Narzo 50 5Gની કિંમત લગભગ 14000 રૂપિયા હોઇ શકે છે. વળી, Narzo 50 Pro 5G ની કિંમત 22000 રૂપિયાની આસપાસ હોઇ શકે છે. આ સ્માર્ટફોન બ્લેક અને બ્લૂ કલરમાં આવી શકે છે.
આ પણ વાંચો.............
યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા ક્રિકેટરની ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ
રાજકોટમાંથી પકડાયું દેશવ્યાપી ડિગ્રી કૌભાંડ, નકલી શિક્ષણ બોર્ડ બનાવી 57 સ્કૂલોને માન્યતા આપી
Anupama: અનુપમા અને અનુજના લગ્નને લાગ્યું ગ્રહણ, આ કારણથી લગ્ન બંધ રહ્યાં
Delhi Fire: મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ, 26 લોકોના મોત