Realme Watch 3 ભારતમાં લૉન્ચ, મળશે AI નૉઇસ કેન્સલેશન, જાણો ફિચર્સ ને કિંમત
Realme Watch 3માં બ્લડ ઓક્સિજનનો સપોર્ટ પણ આપવામાં આવ્યા છે. જાણો Realme Watch 3 સ્માર્ટ વૉચની સ્પેશિફિકેશન્સ અને કિંમત વિશે ડિટેલ્સમાં........
Realme Watch 3 Launch: રિયલમીએ (Realme) પોતાની નવી સ્માર્ટવૉચ Realme Watch 3ને ભારતીય માર્કેટમાં લૉન્ચ કરી દીધી છે. આ વૉચની સાથે રિયલમીએ Realme Pad X ટેબલેટ, Buds Air 3 Neo, Buds Wireless 2S, સ્માર્ટ કી બોર્ડ, સ્માર્ટ પેન્સિલ અને ફ્લેટ મૉનિટરને પણ લૉન્ચ કરી દીધી છે. Realme Watch 3ને બ્લૂટૂથ કૉલિંગ ફિચર્સની સાથે લૉન્ચ કરવામાં આવી છે, જે તમને આ વૉચથી કૉલ કરવાની સુવિધા આપશે. આ વૉચમાં માઇક્રૉફોન અને સ્પીકર આપવામા આવ્યા છે. આની સાથે જ આ વૉચમાં 1.8 ઇંચની મોટી TFT ડિસ્પ્લે આપવામા આવી છે, વૉચમાં 500 નીટ્સની બ્રાઇટનેસ છે. Realme Watch 3માં બ્લડ ઓક્સિજનનો સપોર્ટ પણ આપવામાં આવ્યા છે. જાણો Realme Watch 3 સ્માર્ટ વૉચની સ્પેશિફિકેશન્સ અને કિંમત વિશે ડિટેલ્સમાં........
Realme Watch 3ની સ્પેશિફિકેશન્સ -
Realme Watch 3 કંપનીની Watch 2 Smartwatch નું અપગ્રેડ વર્ઝન છે.
Realme Watch 3માં 1.8- ઇંચની ડિસ્પ્લે અને એક મોટી બેટરી આપવામાં આવી છે.
Realme Watch 3 હાર્ટ રેટ સેન્સર, SpO2 મૉનિટર અને એક સ્લીપ મૉનિટરના સપોર્ટની સાથે આવે છે, પરંતુ કસ્ટમર્સને સૌથી બેસ્ટ ફિચર્સ તરીકે બ્લૂટુથ કૉલિંગનો સપોર્ટ આપવામાં આવી રહ્યો છે.
કંપનીનો દાવો છે કે Watch 3 કૉલ દરમિયાન ક્લિયર ઓડિયો માટે AI નૉઇસ કેન્સલેશન એલ્ગૉરિધમ (Algorithm) નો ઉપયોગ કરે છે.
Realme Watch 3 કેસિંગ પર વેક્યૂમ પ્લેટેડ રિફ્લેક્ટિવ મેટાલિક ફ્રેમનો ઉપયોગ કરે છે, જે આને ખુબ મજબૂતી આપવાનુ કામ કરે છે.
Realme Watch 3 માં 110થી વધુ સ્પોર્ટ્સ મૉડનો સપોર્ટ આપવામાં આવ્યો છે.
Realme Watch 3માં 340mAh ની બેટરી આપવામા આવી છે, જે એક અઠવાડિયા સુધી ચાલી શકે છે.
Realme Watch 3 ની કિંમત -
Realme Watch 3ની કિંમત 3,499 રૂપિયા છે, પરંતુ આની શરૂઆતમાં 2,999 રૂપિયાની ઓફર પ્રાઇસ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે, આની પહેલી સેલ 2 ઓગસ્ટ, 2022 એ બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ, અમેઝૉન અને રિયલમીના ઓનલાઇન સ્ટૉર પર શરૂ થશે.
આ પણ વાંચો...........
Monkeypox Case In Delhi: દિલ્હીમાં મંકીપૉક્સનો વધુ કેસ, વિદેશ યાત્રાને છે રેકોર્ડ
સરકારે 4,32,796 કંપનીઓના નામ લિસ્ટમાંથી હટાવ્યા, ઝડપથી તપાસો કે તમારી કંપનીનું નામ તો તેમાં નથી ને
જોખમ વગર કરોડપતિ બનવા માંગો છો, આ સરકારી યોજનાઓમાં કરો રોકાણ, જાણો