શોધખોળ કરો
Advertisement
Redmi Note 8 Pro સ્માર્ટફોનમાં લૉન્ચ થયુ આ નવુ અદભૂત કલર વેરિએન્ટ, જાણો કિંમત અને ફિચર્સ
ભારતીય માર્કેટમાં Redmi Note 8 Pro ખુબ પૉપ્યુલર થઇ રહ્યો છે, ત્યારે કંપનીએ આ ફોનના ડીપ સી બ્લૂ કલર વેરિએન્ટને મેદાનમાં ઉતાર્યુ છે
નવી દિલ્હીઃ ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં વધુ એક દમદાર ફોનની એન્ટ્રી થઇ ચૂકી છે. ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમીએ પોતાના નવા ફોન Redmi Note 8 Proના નવા કલર વર્ઝનને લૉન્ચ કરી દીધુ છે.
ભારતીય માર્કેટમાં Redmi Note 8 Pro ખુબ પૉપ્યુલર થઇ રહ્યો છે, ત્યારે કંપનીએ આ ફોનના ડીપ સી બ્લૂ કલર વેરિએન્ટને મેદાનમાં ઉતાર્યુ છે.
Redmi Note 8 Pro ડીપ સી બ્લૂ કલર વેરિએન્ટ
ડીપ સી બ્લૂ કલર વેરિએન્ટને 6જીબી રેમ+64જીબી સ્ટૉરેજ મૉડલ અને 6જીબી રેમ+128જીબી સ્ટૉરેજ મૉડલ સાથે એવેલેબલ કરાવાયુ છે. જોકે, આના ફિચર્સ પહેલા જેવા જ છે. નવા વેરિએન્ટમાં માત્ર કલરમાં જ ચેન્જ કરવામાં આવ્યો છે.
Redmi Note 8 Pro કિંમત....
6 GB RAM + 64 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે. જ્યારે 6 GB RAM + 128 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 15,999 રૂપિયા રાખવામાં આવી છે જ્યારે 8 GB RAM + 128 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 17,999 રૂપિયા છે. બેટરીને વાત કરીએ તો આ ફોનમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે.
Redmi Note 8 Pro ફિચર્સ....
Redmi Note 8 Proના ફિચર્સની વાત કરીએ તો આ ફોનમાં 6.53 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલ કેમેરા સહિત 8 મેગાપિક્સલનો વાઈડ એન્ગલ સેન્સર અને 2-2 મેગાપિક્સલના બે સેન્સર આપ્યા છે. જ્યારે સેલ્ફી માટે ફ્રન્ટમાં 20 મેગા પિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement