શોધખોળ કરો
Advertisement
રિલાયન્સ જિઓના ગ્રાહકોને હવે આ 6 સર્વિસ એકદમ મફતના ભાવે મળશે, જાણી લો શું છે
ઉલ્લેખનીય છે કે, 5મી સપ્ટેમ્બરે જિઓના ત્રણ વર્ષ પુરા થઇ રહ્યાં છે. જિઓ Jio GigaFiber ઉપરાંત બીજી કેટલાક ખાસ ફેસિલીટી પણ લૉન્ચ કરી રહી છે
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડે પોતાની વાર્ષિક જનરલ મીટિંગમાં યૂઝર્સને મોટી ગિફ્ટ આપી છે. શાનદાર જાહેરાત કરતાં રિલાયન્સ જિઓના માલિક મુકેશ અંબાણીએ કહ્યું કે, Jio GigaFiberની સુવિધા લાવી રહ્યાં છીએ, 5મી સપ્ટેમ્બરે લૉન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 5મી સપ્ટેમ્બરે જિઓના ત્રણ વર્ષ પુરા થઇ રહ્યાં છે. જિઓ Jio GigaFiber ઉપરાંત બીજી કેટલાક ખાસ ફેસિલીટી પણ લૉન્ચ કરી રહી છે.
શું શું નવુ લાવી રહ્યું છે જિઓ....
IOT સર્વિસ- જાન્યુઆરી 2020માં કંપની IOT સર્વિસ શરૂ કરી રહી છે, Jio IoT પ્લેટફોર્મ પર 1 બિલિયન ઘરોને જોડાવાનુ લક્ષ્ય છે.
જિઓ સેટટૉપ બૉક્સ- કંપની આ સેટટૉપ બૉક્સમાં ગેમિંગ, સોશ્યલ ગેમિંગ, વીડિયો કૉલિંગ જેવી સુવિધા ફ્રી આપશે.
જિઓ ફાઇબર પ્લાન- આ સર્વિસ 5મી સપ્ટેમ્બરે શરૂ થશે, બેઝ પેકેઝની કિંમત 700 રૂપિયા છે, આમાં 100Mbps ફ્રી ઇન્ટરનેટ સ્પીડ મળશે.
જિઓ ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ- આ સર્વિસની મદદથી યૂઝર્સ એ જ દિવસે મૂવી જોઇ શકશે જે દિવસે તે રિલીઝ થઇ રહી હશે. આ સર્વિસ 2020માં લૉન્ચ થશે.
500 રૂપિયામાં ઇન્ટરનેશનલ કૉલ- કંપની અનુસાર જિઓ ગીગા ફાઇબર કસ્ટમર્સ 500 રૂપિયામાં યુએસ-કેનેડા સહિત ઇન્ટરનેશનલ અનલિમીટેડ કૉલ કરી શકશે.
'ન્યૂ કૉમર્સ'ની શરૂઆત- કંપની નાના દુકાનદારો માટે મર્ચેન્ટ પૉઇન્ટ ઓફ સેલ સૉલ્યૂશન લાવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion