શોધખોળ કરો
Advertisement
દમદાર બેટરી સાથે મિડ રેન્જ સેગમેન્ટમાં Samsung Galaxy A31 લોન્ચ, Realme X2 સાથે થશે મુકાબલો
Samsung Galaxy A31માં રિયરમાં ચાર કેમેરા છે, જેમાં 48+8+5+5 કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. આ સિવાય ફ્રંટમાં 20MPનો સેલ્ફી કેમેરા છે.
નવી દિલ્હી: સેમસંગે પોતાની A સીરિઝનો નવો સ્માર્ટફોન Galaxy A31 ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનમાં દમદાર બેટરી સાથે અનેક સારા ફીચર્સ આપવામાં આવ્યા છે. મિડ રેન્જ સેગમેન્ટમાં લોન્ચ થયેલા આ ફોનમાં શું છે ખાસ જાણો...
સ્પેસિફિકેશન
Galaxy A31 માં 6.4 ઈંચની FHD+ Infinity-U s-AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તે સિવાય પરફોર્મન્સ માટે ફોનમાં MediaTek Helo P65 SoC પ્રોસેસર છે. આ ફોન એન્ડ્રોઈડ 10 પર આધારિત વન યૂઆઈ પર કામ કરે છે.
બેટરીની વાત કરીએ તો ફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે જે 15 વોટની ફાસ્ટ ચાર્જિગ સપોર્ટ કરે છે. આ સિવાય તેમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને 3.2mm હેડફોન જેક જેવાફ ફીચર્સ આપવામાં આવ્યા છે.
કેમેરા
કેમેરાની વાત કરીએ તો તેમાં રિયરમાં ચાર કેમેરા છે, જેમાં 48+8+5+5 કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. આ સિવાય ફ્રંટમાં 20MPનો સેલ્ફી કેમેરા છે.
Galaxy A31 ની કિંમત ભારતમાં 21999 રૂપિયા છે. આ ફોન 6GB રેમ અને 128 GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. ફોનમાં પ્રિઝ્મ ક્રશ બ્લેક, પ્રિઝ્મ ક્રશ બ્લૂ અને પ્રિઝ્મ ક્રશ વાઈટ કલર ઓપ્શન મળે છે.
Samsung Galaxy A31ની ટક્કર Realme X2 સાથે થશે. Realme X2ના 6GB+128GBની વર્ઝનની કિંમત 19,999 રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement