શોધખોળ કરો

અચાનક જ આ એપ કેમ આવી ગઈ ચર્ચામાં ? લોકો ધડાધડ કરી રહ્યા મોબાઇલમાં ઇન્સ્ટોલ

વૉટ્સઅપ ફેબુ્રઆરી માસથી નવી પોલિસી લાવી રહ્યું છે. વૉટ્સઅપ પોતાનો ડેટા પોતાની પેરેન્ટ કંપની ફેસબૂક સાથે શેર કરશે.

વૉટ્સઅપ ફેબુ્રઆરી માસથી નવી પોલિસી લાવી રહ્યું છે. વૉટ્સઅપ પોતાનો ડેટા પોતાની પેરેન્ટ કંપની ફેસબૂક સાથે શેર કરશે. વૉટ્સઅપમાં પ્રાઈવસીનો અત્યાર સુધી ખાસ ઈસ્યુ નથી આવ્યો, પરંતુ વૉટ્સઅપ ડેટા ફેસબૂકને આપવા લાગે તો એ યુઝર્સ માટે જોખમી સાબિત થઈ શકે. કેમ કે વારંવાર સાબિત થયું છે કે ફેસબૂકમાં ડેટા સલામત નથી રહેતો. માર્કેટમાં તેના વિકલ્પ તરીકે કેટલીક એપ આવી ચૂકી છે, જેમાં સૌથી વધારે મજબૂત વિકલ્પ સિગ્નલ છે. સિગ્નલ નામની એપ વૉટ્સઅપની માફક મેસેજિંગની જ સુવિધા આપે છે. વૉટ્સઅપના વિવાદ પછી સિગ્નલે ટ્વીટ કરી હતી કે, યુઝર્સ અમારો ઉપયોગ કરે, અમે કોઈ સાથે ડેટા શેર નથી કરવાના. સિગ્નલે સીધી રીતે કશું કહ્યા વગર વિગતો શેર કરી હતી કે વૉટ્સઅપ તમારો કેટલો ડેટા લીક કરે છે, ફેબસૂક કેટલો ડેટા લીક કરે છે અને સિગ્નલ પોતે કશો ડેટા લીક નથી કરતું. વળી ટેસ્લા મોટર્સના સ્થાપક સંશોધક અને ઉદ્યોગપતિ ઈલોન મસ્કે જાહેર કર્યું કે હું તો વૉટ્સઅપને બદલે સિગ્નલ વાપરીશ. એ પછી દુનિયાભરમાં લાખો લોકોએ ધડાધડે સિગ્નલ મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની શરૂઆત કરી હતી. સિગ્નલનું સર્વર પણ તેનાથી જામ થયુ હતું. વૉટ્સઅપ વર્સિસ સિગ્નલનો ટ્વિટર પર જંગ શરૂ થયો હતો. સિગ્નલ ફાઉન્ડેશને આ એપ તૈયાર કરી છે ફેસબુકને વોટ્સએપ વેચ્યા બાદ કો-ફાઉન્ડર બ્રાયન એક્ટને સિગ્નલ ફાઉન્ડેશન બનાવ્યું. ફેસબુક મેસેન્જરની જેમ જ આ પણ એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે જેને વિશ્વમાં સૌથી વધારે સિક્યોર ગણવામાં આવે છે. Signal App અને WhatsAppમાં શું ફેર છે ? Signal App યૂજરનો કોઈપણ પ્રકારનો ડેટા કલેક્ટ નથી કરતું જ્યારે WhatsAppએ હવે યૂઝરનો ડેટા જમા કરવાનું શરૂ કર્યું છે. સિગ્નલ એપ માત્ર યૂઝરનો મોબાઈલ નંબર લે છે જ્યારે વોટ્સએપ ફોન નંબર, કોન્ટેક્ટ લિસ્ટ, લોકેશન, મેસેજ જેવા તમામ ડેટા મેળવે છે. સિગ્નલ એપ તમારા મોબાઈલ નંબરને ઓળક સાથે નથી જોડતી જ્યારે વોટ્સએપ જે ડેટા જમા કરે છે તેનાથી યૂઝરની પ્રોફાઈલ તૈયાર થઈ જશે. Signal Appમાં એક બીજા સાથે વાતચીતનો સ્ક્રીનશોટ પણ ન લઈ શકાય જ્યારે WhatsAppમાં આ શક્ય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget