કાળજાળ ગરમીમાં અપનાવો આ ટ્રિક્સ તમારુ જુનુ Cooler આપશે AC કરતા પણ ઠંડી હવા, જાણો...........
અહીં અમે તમને એક ખાસ ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે તમારા જુના કૂલરને પણ એસી જેવી ઠંડી હવા ફેંકતુ કરી શકો છો. જાણો કઇ રીતે..........
Old Cooler Cooling Tips : હાલમાં એવી ભયંકર ગરમી પડી રહી છે કે લોકો ઠંકક માટે કંઇપણ કરવા તૈયાર છે. લોકો ગરમીથી પરેશાન થઇ ચૂક્યા છે. આવામાં મોટાભાગના લોકો પોતાના ઘરમાં કૂલરનો ઉપયોગ કરી રહ્યાં છે, છતાં કેટલાકની ફરિયાદ છે કે કૂલર ઠંડક નથી આપી રહ્યું, જો તમારી પણ આ જ સમસ્યા છે, તો અહીં અમે તમને એક ખાસ ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે તમારા જુના કૂલરને પણ એસી જેવી ઠંડી હવા ફેંકતુ કરી શકો છો. જાણો કઇ રીતે..........
આ પાંચ રીતે કૂલરને બનાવો એસી જેવુ પાવરફૂલ -
વેન્ટિલેશન હોવુ જરૂરી -
જો તમારા કૂલરને વેન્ટિલેશનમાં નહીં રાખેલુ હોય, તો તમારુ કૂલર ઠંડી હવા ફેંકવાના બદલે ભેજવાળી હવા ફેંકશે, કૂલરને યોગ્ય રીતે વેન્ટિલેશનની જરૂર પડે છે. કૂલર ઠંડી ત્યારે રહેશે જ્યારે હવા રૂમની બહાર નીકળશે.
કૂલરને સીધા તડકામાં ના રાખો -
કૂલરને ખાસ કરીને તડકાથી દુર રાખવુ જોઇએ, તડકામાં કૂલર ઠંકી ફેંકવા માટે અસક્ષમ બની જશે, કૂલરને હંમેશા છાંયડામાં જ મુકો.
ઘાસ બદલો -
જો તમે ગરમીમાં જુનુ કૂલર કાઢ્યુ છે, તો યાદ રાખો કે તેનુ ઘાસ જરૂર બદલી દો, કેમ કે જુના ઘાસથી ઠંડી હવા નહીં મળે, તે હવાનો રસ્તો રોકી રાખે છે, અને પાણી પણ જામી જાય છે. આવામાં કૂલરનુ ઘાસ બદલવુ જરૂરી છે.
ખુલ્લી જગ્યામાં મુકો કૂલર -
ધ્યાન રહે કૂલર નવુ હોય કે જુનુ, હંમેશા તેને ખુલ્લી જગ્યામાં જ મુકવુ જોઇએ, કેમ કે ખુલ્લા વાતાવરણમાં કૂલરની હવા ઠંડી મળશે. ખાસ કરીને બારી કે બારણાની પાસે જ કૂલરને રાખો.
કૂલરમાં પાણીનો ફ્લૉ ચેક કરો -
કૂલરના વૉટર પંપમાં પાણીનો ફ્લૉ યોગ્ય રીતે હોવો જોએ, તેને ચેક કરતાં રહો. જો પંપથી પાણી નહીં મળી રહ્યું હોય તો કૂલરનુ ઘાસ ભીનુ નહીં થાય, અને અંતે કૂલરમાંથી ઠંડી હવા નહીં મળે.
આ પણ વાંચો.....
અગ્નિપથ સ્કીમઃ 1 કરોડનો વીમો, કેન્ટિન સુવિધા, 30 દિવસની રજા, વાયુસેનાએ જાહેર કર્યુ ભરતી નૉટિફિકેશન
રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી? આ તારીખે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ
Vehicle Astrology: આપની રાશિ મુજબ કારનો કલર કરો પસંદ, રહેશે શુભ
Post Office ની બેસ્ટ saving scheme, અહી રોકાણ કરવાથી વધુ મળશે રિટર્ન, પૈસા પણ રહેશે સુરક્ષિત
સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનો પર્દાફાશ, થાઈલેન્ડની 3 અને 1 ભારતીય છોકરીને પોલીસે છોડાવી