શોધખોળ કરો
Advertisement
આ 7 સેટિંગ્સથી પોતાના WhatsApp એકાઉન્ટને રાખો બિલકુલ સેફ, જાણો આ કામની ટિપ્સ.....
વૉટ્સએપ પર કેટલાક એવા સેટિંગ્સ છે જેને કરી લેવાથી તમે મોટા ભાગની મશ્કેલીઓમાંથી આસાનીથી બહાર નીકળી શકો છે. જાણી લો કયા છે આ સાત સેટિંગ્સ......
નવી દિલ્હીઃ વૉટ્સએપ આજકાલ દરેકના મોબાઇલમાં ઇન્સ્ટૉલ્ડ છે. દરેક યૂઝર્સ વૉટ્સએપથી મોટાભાગનુ કામ કરતો હોય છે. પરંતુ ક્યારેક વૉટ્સએપથી તમને મુશ્કેલી પણ પડી શકે છે. આ માટે તમારુ પહેલુ કામ છે, વૉટ્સએપ પર કેટલાક જરૂરી સેટિંગને કરી લેવા. વૉટ્સએપ પર કેટલાક એવા સેટિંગ્સ છે જેને કરી લેવાથી તમે મોટા ભાગની મશ્કેલીઓમાંથી આસાનીથી બહાર નીકળી શકો છે. જાણી લો કયા છે આ સાત સેટિંગ્સ......
ગૃપમાં કોણ જોડી શકે છે
વૉટ્સએપ ગૃપ માટે કંપની યૂઝર્સને કેટલાક ખાસ ઓપ્શન આપે છે. આના આધારે તમે નક્કી કરી શકો છો કે તમને કોઇપણ ગ્રૃપમાં કોણ જોડી શકે છે. વૉટ્સએપમાં ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા છે. આ કોઇ ગૃપમાં એડ કરવા માટે એલાઉ્ડ કરે છે કે પછી સેવ્ડ કૉન્ટેક્ટ લિસ્ટ અને પર્ટિક્યૂલર કૉન્ટેક્ટ લિસ્ટ માટે અલાઉ કરે છે.
કોણ જોઇ શકે છે સ્ટેટસ
વૉટ્સએપ જોવા માટે કંપની તમને પ્રાઇવસી ફિચર આપે છે. આનાથી નક્કી કરી શકાય છે કે, યૂઝર કોઇ ખાસ કૉન્ટેક્ટ લિસ્ટમાં દેખાવવા માટે સિલેક્ટ કરી શકે છે કે, માત્ર સેવ કરેલા કૉન્ટેક્ટ સુધી જ સિમીત રાખી શકે છે.
લાસ્ટ સીન
લાસ્ટ સીન પ્રાઇવસી સેટિંગ યૂઝર્સને પોતે ઓનલાઇન હોવા અંગેનુ સેટિંગ્સ છે. આ સેટિંગ્સ અંતર્ગત તે પોતાના લાસ્ટ સીનને પુરેપુરી છુપાવી શકે છે, કે કોઇ માય કૉન્ટેક્ટ પર સેટ કરી શકે છે.
પ્રૉફાઇલ ફોટો
બીજા ઓપ્શનની જેમ વૉટ્સએપ યૂઝર્સને આમાં પણ પુરેપુરી પ્રાઇવસી મળે છે. આમાં પ્રૉફાઇલ ફોટો છુપાવવા કે માત્ર માય કૉન્ટેક્ટ સુધી સિમીત કરવાનો ઓપ્શન મળે છે.
અબાઉટ
અબાઉટ સેક્શન અંતર્ગત ત્રણ ઓપ્શન છે, યૂઝર્સ આને બતાવવા માટે સિલેક્ટ કરી શકે છે, આને પુરેપુરી છુપાવી શકે છે કે પછી આને માત્ર માય કૉન્ટેક્ટ સુધી લિમીટેડ રાખી શકે છે.
ફિંગર સ્ક્રીન લૉક
એન્ડ્રૉઇડ પર વૉટ્સએપ યૂઝર્સ ફિંગરપ્રિન્ટ લૉક સેટ કરી શકે છે, જ્યારે આઇફોન યૂઝર્સને ફિઝીકલ સ્ક્રીન બટનમાં ફેસ આઇડી કે ટચ આઇડીનો ઉપયોગ કરવાનો ઓપ્શન મળે છે.
બ્લૉક કૉન્ટેક્ટ
વૉટ્સએપ યૂઝર્સની પાસે મેસેજ મેળવા ના માંગતો હોય તો તેને બ્લૉક કરી શકે છે. આ ઓપ્શન બન્ને સેટિંગ્સ ઓપ્શનની સાથે સાથે ઇન્ડિવીડ્યૂઅલ ચેટ પર અવેલેબલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement