શોધખોળ કરો
Advertisement
આધાર કાર્ડમાં જોડવામાં આવી આ સુવિધા, હવે QR કૉડથી ઓફલાઇન સામે આવશે તમારી ડિટેલ
દરેક કામમાં આની જરૂર પડે છે. મોટા ભાગની સરકારી યોજનાઓનો લાભ લેવા આના મારફતે જ લેવામાં આવે છે. વળી હવે સરકારે આધાર કાર્ડને વધુ સિક્યૉર બનાવવા માટે આમાં ક્યૂઆર કૉડ એડ કર્યો છે
નવી દિલ્હીઃ આજકાલ આધાર કાર્ડ આપણુ સૌથી ઇમ્પોર્ટન્ટ ડૉક્યૂમેન્ટ બની ગયુ છે. દરેક કામમાં આની જરૂર પડે છે. મોટા ભાગની સરકારી યોજનાઓનો લાભ લેવા આના મારફતે જ લેવામાં આવે છે. વળી હવે સરકારે આધાર કાર્ડને વધુ સિક્યૉર બનાવવા માટે આમાં ક્યૂઆર કૉડ એડ કર્યો છે, જેની મદદથી તમારા માટે આનો યૂઝ આસાન થઇ ગયો છે.
QR કૉડથી ઓફલાઇન કરી શકાશે યૂઝ
સરકારે પીવીસી આધાર કાર્ડને વધુ સુરક્ષિત બનાવવા માટે આમાં ક્યૂઆર કૉડ એડ કર્યો છે. આ QR કૉડ જેમ કે તમે મોબાઇલથી સ્કેન કરશો તો તમારી બધી ડિટેલ તમારી સામે આવી જશે. આવામાં જ્યારે તમે તમામ સરકારી યોજનાઓનો લાભ આસાનીથ પ્રાપ્ત કરી શકશો, પીવીસી કાર્ડ પર આધારની પ્રિન્ટ કરાવવા માટે 50 રૂપિયા ફીની ચૂકવણી કરવી પડશે. પીવીસી કાર્ડ એક રીતનુ પ્લાસ્ટિક કાર્ડ હોય છે, જેનો યૂઝ એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડમાં કરવામાં આવ છે.
આ રીતે બનાવો PVC પર આધાર કાર્ડ
PVC પર આધાર કાર્ડ સૌથી પહેલા UIDAIની વેબસાઇટ પર જવુ પડશે (https://uidai.gov.in) ત્યારબાદ તમારે My Aadhar Section પર જઇને Order Aadhar PVC Card ઓપ્શનને પસંદ કરવાનો છે. આ પછી તમને 12 અંકોનો આધાર કાર્ડ નંબર નાંખવાનુ કહેવામાં આવશે. ત્યારબાદ સિક્યૂરિટી કૉડ નાંખવાની માંગ કરવામાં આવશે. તે પછી તમારી પાસે OTP નંબર માંગવામાં આવશે. OTP નાંખ્યા બાદ તમે સબમીટ કરી દો. આમ કરવાથી તમારી સ્ક્રીન પર આધાર સાથે સંબંધિત ડિટેલ્સ આવી જશે. આ પછી તમને પેમેન્ટ કરવાનુ કહેવામાં આવશે, અને તમારા 50 રૂપિયાની ચૂકવણી કરતા જ તમારો ઓર્ડર પ્લેસ થઇ જશે, અને થોડાક દિવસોમાં કાર્ડ તમારા ઘરે આવી જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion