શોધખોળ કરો
Advertisement
Tik Tok યૂઝર્સ માટે સારા સમાચાર, મદ્રાસ હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો, જાણો વિગતે
17 એપ્રિલનાના રોજ જાણીતી ચાઈનીઝ એપ Tik Tok ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરથી હટાવી લેવામાં આવી હતી.
નવી દિલ્હીઃ 17 એપ્રિલનાના રોજ જાણીતી ચાઈનીઝ એપ Tik Tok ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરથી હટાવી લેવામાં આવી હતી. કારણ કે મદ્રાસ હાઈકોર્ટે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 3 એપ્રિલના રોજ તામિલનાડુની એક કોર્ટે સરકાર સમક્ષ ટિક ટોક એપ પ્રતિબંધ કરવાનું કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, ટિક ટોક પોર્નોગ્રાફીને પ્રોત્સાહન આપે છે.
મદ્રાસ હાઇકોર્ટે આ નિર્ણય સામે ટિકટોક એપના માલિક ચાઇનીઝ કંપની Bytedance Technologyએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે કંપનીની અરજી પર સુનાવણી કરતાં કહ્યું હતું કે હાલ મદ્રાસ હાઇકોર્ટ આ મામલે સુનાવણી કરી રહ્યું છે. એવામાં પ્રતિબંધને લઇને કોઇ નિર્ણય ન લઇ શકાય.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં આ મામલે રાહત ન મળતાં ગત સપ્તાહે વીડિયો એપ ટિકટોક પર પ્રતિબંધ લગાવી પ્લેસ્ટોર્સ પરથી હટાવવી લેવામાં આવી હતી. ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલયે ગૂગલ અને એપલને આ ચાઇનિઝ એપ્લિકેશનને હટાવવાનું કહ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement