શોધખોળ કરો
Advertisement
Tiktokએ દિવાળીના તહેવાર નિમિત્તે કર્યુ ભાવુક ટ્વીટ, લખ્યું- ‘વી મિસ યૂ ઇન્ડિયા’
ટિકટૉક હજુ પણ ભારતમાં વાપસી કરવાની આશા સાથે પોતાની કોશિશ કરી રહી છે. આ એપને ભારતમાં ફરીથી આવવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે
નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર શોર્ટ વીડિયો એપ ટિકટૉકની ચર્ચાએ જોર પકડ્યુ છે. કહેવાઇ રહ્યું છે કે કંપની જલ્દી જ નવા અંદાજમાં વાપસી કરી શકે છે. જોકે આને લઇને હજુ સુધી કોઇપણ જાતની સ્પષ્ટતા થઇ નથી.
આ બધાની વચ્ચે ટિકટૉક ઇન્ડિયાએ શનિવારે દિવાળીના તહેવાર પ્રસંગે લોકોને શુભકામનાઓ આપતા એક ભાવુક ટ્વીટ કર્યુ છે. આમાં કંપનીએ પોતાના યૂઝર્સ પ્રત્યે પોતાનો પ્રેમ પણ દર્શાવ્યો છે. ટિકટૉકના યૂઝર્સને આશા છે કે જલ્દી તેની પસંદગીની એપ પાછી આવી શકે છે.
ટિકટૉક ઇન્ડિયાએ કર્યુ ટ્વીટ
ટિકટૉક એપ ભલે ભારતમાં કેટલાય મહિનાઓ પહેલા બેન થઇ ગઇ હતી, પરંતુ કંપની ટ્વીટ પર હજુ પણ ખુબ એક્ટિવ છે. તે દરરોજ કેટલાય ટ્વીટ કરીને પોતાના ચાહકોનુ મનોબળ વધારતી રહે છે. દિવાળીના પ્રસંગે ટિકટૉકે યૂઝર્સને પર્વની શુભકામનાઓ આપતા લખ્યું- અમે દરેક દિવસ માટે દિવો પ્રગટાવ્યો છે, જ્યારે અમે ભારતને યાદ કર્યુ છે. આની સાથે જ કેટલાય દિવાઓ ટ્વીટ કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપતા ગઇ 29 જૂને ટિકટૉક સહિત 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ટિકટૉક બેન થયા પહેલા ભારતમાં આ સૌથી લોકપ્રિય શોર્ટ વીડિયો એપ હતી. ટિકટૉક હજુ પણ ભારતમાં વાપસી કરવાની આશા સાથે પોતાની કોશિશ કરી રહી છે. આ એપને ભારતમાં ફરીથી આવવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement