કામ કરતાં-કરતાં ઘટી જાય છે Wi-Fiની સ્પીડ ? ફોલો કરો આ સ્ટેપ્સ સેકન્ડમાં જ વધી જશે સ્પીડ, જાણો.........
ઘરમાં વાઇ-ફાઇ રાઉટર્સની સ્પીડ સ્લો છે. સારો પ્લાન લેવા છતાં પણ ઇન્ટરનેટ ખૂબ જ સ્લો ચાલે છે. જો આપ પણ આ પરેશાનો સામનો કરી રહ્યાં હો તો રાઉટર્સ ખરીદીની કેટલીક ટિપ્સ સમજી લો.
Wi-Fi Tips: ઘરમાં અથવા ઓફિસમાં અનેક વખત Wi-Fiની સ્પીડ ઓછી થઇ જાય છે. જો કે કેટલીક ટિપ્સ એવી છે કે, તેના દ્રારા આપ Wi-Fiની સ્પીડ વધારી શકો છો. તો જાણીએ કઇ રીત વધારી શકાશે Wi-Fiની સ્પીડ. મોટાભાગે લોકોની ફરિયાદ રહે છે કે,ઘરમાં વાઇ-ફાઇ રાઉટર્સની સ્પીડ સ્લો છે. સારો પ્લાન લેવા છતાં પણ ઇન્ટરનેટ ખૂબ જ સ્લો ચાલે છે. જો આપ પણ આ પરેશાનો સામનો કરી રહ્યાં હો તો રાઉટર્સ ખરીદીની કેટલીક ટિપ્સ સમજી લો.
યોગ્ય જગ્યાએ સેટ કરો Wi-Fi
Wi-Fiની સારી સ્પીડ માટે સૌથી જરૂરી છે ક વાઇફાઇ રાઉટર એવી જગ્યાએ હોવું જોઇએ કે. ચેની રેન્જ આવી શકે. તેને જમીન કે દિવાલ પર ન લગાડો. આ સાથે એવું પણ ધ્યાન રાખો કે આસપાસ કોઇ મેટલની વસ્તુ ન હોય.
અપડેટ
સ્માર્ટ ફોનની જેમ વાઇફાઇ રાઉટર્સને પણ સમય સમય પર અપેડટ કરતા રહેવું જોઇએ. જેથી તેની સારી સ્પીડ બની રહે. આપની પાસે જે પણ કંપનીનું રાઉટર હોય તેની વેબસાઇટ પર જઇને લેટેસ્ટ અપડેટ ચેક કરી શકો છો.
એન્ટીના
કેટલાક Wi-Fi રાઉટર્સમાં એન્ટીના ખરાબ હોય છે. જેના કારણે વાઇફાઇની સ્પીડમાં ફરક પડે છે. એવા પણ રાઉટર આવે છે. જેનું એન્ટીના ચેન્જ કરીને આપ સારી વાઇ-ફાઇ સ્પીડ મેળવી શકો છો.
રિપીટર્સ
જો આપનું Wi-Fiનું સિગ્નલ ઘરમાં કેટલાક કમેરામાં અથવા કોઇ ખૂણામાં નથી આવતો. તો આપ રિપિટર્સનો ઉપયોગ કરી શકો છો. આ માટે કેબલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી આપ Wi-Fiના સિગ્નલની રેન્જ વધારી શકો છો.
ચેન્જ કરો સેટિંગ્સ
વાઇ-ફાઇનો ઉપયોગ કરતી વખતે જો કોઇ વેબસાઇટ ખુલવામાં સમય લાગતો હોય તો આપે તેના સેટિંગ્સમાં ફેરફાર કરવાની જરૂર છે. વાઇ-ફાઇના રાઉટરમાં સેટિંગમાં જઇને DNS યુઝ કરી શકો છો. આપ ગૂગલનું ડીએનએસ પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ આપની વેબસાઇટ ફાસ્ટ ખૂલશે.
ક્યું Wi-Fi રાઉટર ખરીદવું જોઇએ
જો આપનું વાઇ-ફાઇ રાઉટર જુનુ થઇ ગયું હોય તો આપને ડ્યુઅલ બેન્ડવાળું રાઉટર ખરીદવું જોઇએ. જેનાથી આપના ઘરના દરેક ખૂણામાં વાઇ-ફાઇનું સિગ્નલ મળશે.
આ પણ વાંચો..........
10 વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, ખરીદી માટે છે શુભ અવસર
ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન
ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? તો તમને થઈ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો
Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?