શોધખોળ કરો
16 ડિસેમ્બરથી બદલાઈ જશે MNPનો નિયમ, જાણો કેટલો થશે તેનો ચાર્જ
ટ્રાઇના આ પગલાથી નવા ગ્રાહકોએ નંબર પોર્ટેબીલીટી લાગુ કરવા માટે નવા નિયમોની રાહ જોવી પડશે.
![16 ડિસેમ્બરથી બદલાઈ જશે MNPનો નિયમ, જાણો કેટલો થશે તેનો ચાર્જ trai new rule of mobile number portability mnp new rules from december 16 16 ડિસેમ્બરથી બદલાઈ જશે MNPનો નિયમ, જાણો કેટલો થશે તેનો ચાર્જ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/16140635/mobile-mnp.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ જે લોકોને મોબાઈલ નંબર પોર્ટ કરાવવો છે તેના માટે હવે સારા સમાચાર આવ્યા છે. ટ્રાઈના નવા નિયમ અનુસાર હવે માત્ર બે દિવસમાં મોબાઈલ નંબર પોર્ટ થઈ જશે. ટ્રાઈનો આ નવો નિયમ આગામી 16 ડિસેમ્બરથી લાગુ થવા જઈ રહ્યો છે. આ તારીખથી મોબાઈલ નંબર પોર્ટેબિલિટીના નિયમ બદલાઈ જશે. આ પહેલા આ નવો નિયમ 30 સપ્ટેમ્બરથી લાગુ થવાનો હતો.
ટ્રાઇના આ પગલાથી નવા ગ્રાહકોએ નંબર પોર્ટેબીલીટી લાગુ કરવા માટે નવા નિયમોની રાહ જોવી પડશે. નવા નિયમ હેઠળ, મોબાઈલ નંબરના પોર્ટિંગની અવધિ ઘટાડીને બે દિવસ કરી દેવામાં આવી છે. બંદર પ્રણાલીને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે ટ્રાઇએ તમામ ટેલિકોમ કંપનીઓને ગ્રાહકની અરજીના 2 દિવસની અંદર ફરજિયાત રીતે નંબર પોર્ટ કરવા નિર્દેશ આપ્યો હતો.
અત્યારે આ પ્રક્રિયામાં 7 દિવસનો સમય લાગે છે. ટ્રાઇએ ગયા વર્ષે ડિસેમ્બરમાં સુધારેલા એમએનપી નિયમો જારી કર્યા હતા અને 30 સપ્ટેમ્બરથી ફરજિયાતપણે લાગુ કરવામાં આવનાર હતા, જે હવે 16મી ડિસેમ્નબરથી અમલમાં આવશે. અગાઉ, ટેલિકોમ કંપનીઓ અંતિમ મુદત વધારવા માટે 17 સપ્ટેમ્બર અને 23 સપ્ટેમ્બરના રોજ ટ્રાઇને મળી હતી. તેમણે કહ્યું કે નવી સુવિધાના પરીક્ષણ માટે તેમને વધુ સમયની જરૂર છે જેથી પછીથી ગ્રાહકોને અસુવિધા ન થાય.
ટેલિકોમ ઓપરેટર્સને દર મોબાીલ નંપર પોર્ટેબિલીટી ટ્રાન્ઝેક્શન માટે અલગ અલગ એજન્સીઓને ચૂકવણી કરવી પડતી હતી. ટ્રાઈ દ્વારા નવા નિયમ અંતર્ગત હવે ફી માત્ર 5.74 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જેના કારણે ટેલિકોમ ઓપરેટર્સને દરેક ટ્રાન્ઝેક્શનમાં બચત થસે. આ પહેલા ટેલીકોમ ઓપરેટર્સ દરેક નવા ગ્રાહક માટે 19 રૂપિયા ચૂકવવા પડતા હતા.
નવા નિયમ અનુસાર, પોર્ટિંગની અરજી કરી હોય અને કોઈ ખોટા કારણે તેને રદ્દ કરવામાં આવશે તો ટ્રાઈ મોબાઈલ ઓપરેટર પર 10,000 રૂપિયા સુધીનો દંડ લગાવી શકે છે. નવા નિયમ અંતર્ગત ટ્રાઈએ કોર્પોરેટ પોર્ટિંગને પણ સરળ બનાવ્યું છે. હવે સિંગર ઓથોરાઈઝેશન લેટરનો ઉપયોગ કરીને એક સાથે 100 મોબાઈલ નંબર પોર્ટ કરાવી શકાશે. પહેલા આ લિમિટ 50 મોબાઈલની હતી.
![16 ડિસેમ્બરથી બદલાઈ જશે MNPનો નિયમ, જાણો કેટલો થશે તેનો ચાર્જ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/16140630/mnp-mobile.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)