શોધખોળ કરો
Advertisement
Twitter ડાઉન, લોગ ઇન બાદ આવી રહી છે Error
ટ્વિટર અને ટ્વીટહેડ પર લોકોને ટ્વિટ કરવા અને નોટિફિકેશન મેળવવામાં મુશ્કેલીઓ આવી રહી છે.
નવી દિલ્હીઃ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર મંગળવારની રાત્રથી ડાઉન છે. આ ડાઉન રહેવા પાછળનું કારણ યુઝર્સને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાઓ બાદ યુઝર્સે ભારી સંખ્યામાં તેની રિપોર્ટ નોંધાવી છે. એક રિપોર્ટ અનુસાર, ચાર હજારથી વધુ લોકોએ આ અંગે રિપોર્ટ કર્યો છે. ટ્વિટર સપોર્ટ અંગે આ સંબંધમાં જાણકારી આપી છે. કંપનીએ કહ્યુ કે, ટ્વિટર અને ટ્વીટહેડ પર લોકોને ટ્વિટ કરવા અને નોટિફિકેશન મેળવવામાં મુશ્કેલીઓ આવી રહી છે.
જોકે, કંપનીએ લોકોને આશ્વાસન આપ્યું કે ટૂંક સમયમાં તેને ઠીક કરી લેવામાં આવશે. ટ્વિટર પર સૌથી વધુ મુશ્કેલી લોકોને ટ્વિટ કરવામાં આવી રહી છે. લોકો વારંવાર પ્રયત્નો છતાં ટ્વિટ કરી શકતા નથી. ટ્વીટડેકને પણ ઓપન કરવામાં આ વેબસાઇટ પર ફરીથી રેફર કરી રહ્યું છે. ટ્વિટર યુઝર કોઇ પણ પ્રકારના નોટિફિકેશન રિસીવ કરી શકતા નથી.
ટ્વિટર ડાઉન રિપોર્ટ કરનારા યુઝર્સ અનેક દેશોના છે. જેમાં ભારત, જાપાન, બ્રિટન, પેરિસ, નેધરલેન્ડ્સ, જેવા દેશોથી વધુ રિપોર્ટ્સ આવી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion