એડિટ બાદ હવે Twitter કરી રહ્યું છે સ્પેશ્યલ ફિચર પર કામ, જાણો શું મળશે નવી સુવિધા..........
ટ્વીટર (Twitter) એક નવુ ફિચર લઇને આવી રહ્યું છે. જેનુ ટેસ્ટિંગ શરૂ થઇ ચૂક્યુ છે. ટ્વીટરે કહ્યું કે, તે યૂઝર્સ માટે તે કન્વર્ઝેશનમાંથી ખુદને હટાવાની એક નવી રીત પર ટેસ્ટિંગ કરી રહ્યું છે,
નવી દિલ્હીઃ માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વીટર (Twitter) એક નવુ ફિચર લઇને આવી રહ્યું છે. જેનુ ટેસ્ટિંગ શરૂ થઇ ચૂક્યુ છે. ટ્વીટરે કહ્યું કે, તે યૂઝર્સ માટે તે કન્વર્ઝેશનમાંથી ખુદને હટાવાની એક નવી રીત પર ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેનો તે ભાગ નથી બનવા માંગતા. કંપનીએ કહ્યું કે, કેટલાક યૂઝર્સ હાલ આ એક્સપીરિયન્સ ફિચર વેબ પર ઉપલબ્ધ છે. જાણો આ નવા ફિચર વિશે........
શું કહ્યું કંપનીએ ?
કંપનીએ પોતાના પ્લેટફોર્મ પર લખ્યુ - અમે અનમેન્શનિંગની સાથે પ્રયોગ કરી રહ્યાં છીએ, જે વાતચીતથી ખુદને દુર કરવામાં તમારી મદદ કરવાની એક રીત છે, જે હવે તમારામાંથી કેટલાક માટે વેબ પર ઉપલબ્ધ છે. માઇક્રો બ્લૉગિંગ પ્લેટફોર્મે સંભવિત રીતથી નાગરિકો ઉલ્લેખોને રાખવા માટે કેટલીય સુવિધાઓનુ ટેસ્ટિંગ કે તૈનાતી કરી છે, જેમા એક એન્ટી હેરાસ્ટમેન્ટ સેફ્ટી મૉડ પણ સામેલ છે.
ટ્વીટને પણ કરી શકશો એડિટ, જાણો નવા ફિચર્સ વિશે.........
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પોતાના યૂઝર્સને ધ્યાનમાં રાખીને નવા નવા અપડેટ આપતુ રહે છે, હવે આ લિસ્ટમાં વધુ એક નવુ અપડેટ એડ થવા જઇ રહ્યું છે. યૂઝર્સને એક આસાન અને કામનુ ફિચર મળવા જઇ રહ્યું છે, અને કંપનીએ આના પર કામ શરૂ કરી દીધુ છે. આ ફિચરથી યૂઝર્સ પોતાના જુના ટ્વીટને પણ એડિટ કરી શકશે. રિપોર્ટ અનુસાર, ટ્વીટરની ટીમ એડિટ ફિચર પર કામ કરી રહી છે, જલદી આ ફિચરને યૂઝર્સ માટે લૉન્ચ કરવાની તૈયારી છે.
શું છે ફિચર -
એડિટ ફિચરનો અર્થ છે કે તમે આ પ્લેટફોર્મ પર જો પણ ટ્વીટ કર્યુ, તેને તમે એડિટ એટલે કે સંપાદિત કરી શકશો. માની લો તમે કોઇ ટ્વીટ કર્યુ, પરંતુ બાદમાં તે ટ્વીટમાં કેટલાક સંશોધન (કરેક્શન કે અપડેટ) કરવા ઇચ્છો છો, તો નવા ફિચરથી તે સંભવ બની શકશે.
શું થશે ફાયદો -
આ ફિચરના આવ્યા બાદ લગભગ દરેક યૂઝર્સને આનો ફાયદો મળશે, અત્યાર સુધી ટ્વીટમાં કોઇ ભૂલ રહી ગઇ હોય તો તેને ઠીક કરવાનો કોઇ ઓપ્શન નથી મળતો. અત્યારે તમે ટ્વીટને માત્ર ડિલીટ જ કરી શકો છો. ઘણીવાર એવુ બને છે કે સમયની સાથે કેટલીય વસ્તુઓ કે જાણકારીમાં અપડેટ આવી જાય છે, પરંતુ ટ્વીટમાં અત્યાર સુધી તમને કંઇપણ એડિટ કે અપડેટ કરવાનો મોકો ન હતો મળતો. આ એડિટ ફિચરના આવવાથી હવે કોઇપણ તમે જુના ટ્વીટને જરૂરિયાતના હિસાબે એડિટ કરી શકશો, તેની ભૂલો સુધારી શકશો, અને નવી જાણકારી એડ કરી શકશો.
આ પણ વાંચો......
રાજ્યમાં આજથી પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો
આ લક્ષણો દર્શાવે છે કે, આપની પ્રેગ્નન્સી અનહેલ્ધી છે, બાળકને પહોંચી શકે છે નુકસાન, ન કરો નજરઅંદાજ
ભારતની સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે રશિયામાં પોતાનો બિઝનેસ સમેટી લીધો, જાણો કંપનીએ કેમ લીધો આ નિર્ણય
ગુજરાતની આ યુનિવર્સિટીએ ફીમાં કર્યો 10 ટકાનો વધારો
PM મોદીએ UPI ટ્રાન્ઝેક્શન ડેટાથી બનેલી ટ્યુન શેર કરી, કહ્યું- તે ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ છે