(Source: ECI/ABP News/ABP Majha)
Twitter Blue Tick: ભારતમાં Twitter Blueની શરૂઆત, જાણો, દર મહિને કેટલા રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે?
ભારતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે તેનું Twitter Blue પેઇડ સબ્સ્ક્રિપ્શન શરૂ કર્યું છે
Twitter Blue Launched In India : ભારતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરએ તેનું Twitter Blue પેઇડ સબ્સ્ક્રિપ્શન શરૂ કર્યું છે. જેના માટે હવે તમારે દર મહિને 719 રૂપિયા ચૂકવવા પડશે. Twitter Blue સબ્સ્ક્રિપ્શન માટે દેશના કેટલાક યુઝર્સને નોટિફિકેશન મળી રહ્યા છે અને તેઓ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. નોંધનીય છે કે ભારતમાં Twitter Blueની કિંમત અમેરિકા કરતા વધારે રાખવામાં આવી છે.
કેટલાક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલા ફોટા અનુસાર, ભારતીયો પાસેથી દર મહિને 719 રૂપિયા વસૂલવામાં આવશે. જે 8.93 ડોલર છે. જો કે, આ સામાન્ય 8 ડોલર ફી કરતા વધારે છે. ટ્વિટરના નવા માલિક એલન મસ્કે Twitter Blueને લાગુ કરતા કહ્યું હતું કે વિવિધ દેશોમાં ખરીદ શક્તિના પ્રમાણમાં કિંમત એડજસ્ટ કરવામાં આવશે. Twitter Blue માટે માત્ર થોડા લોકોને જ નોટિફિકેશન મળ્યા છે.
બ્લૂ ટિક માટે પૈસા વસૂલવાની યોજના પર એલન મસ્કે કહ્યું હતું કે યુઝર્સ પાસેથી મળેલા રૂપિયાનો ઉપયોગ ટ્વિટરના કન્ટેન્ટ સર્જકોને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવશે. અગાઉ 6 નવેમ્બરના રોજ એલન મસ્કએ પુષ્ટી કરી હતી કે Twitter Blue ભારતમાં એક મહિના કરતાં ઓછા સમયમાં લોન્ચ થવાની અપેક્ષા છે.
ટ્વિટર હેન્ડલ પર 'ઓફિશિયલ' લેબલ
સમગ્ર દેશમાં ટ્વિટરએ બ્લૂ ટિક સબ્સ્ક્રિપ્શનના રોલ-આઉટ પહેલા ભારતીય સરકારી હેન્ડલ્સ અને ભારતીય મીડિયાને 'ઓફિશિયલ ' તરીકે લેબલ કરવાનું શરૂ કર્યું હતું. ભારત સરકારના અનેક સંગઠનોના ટ્વિટર હેન્ડલ પર પણ 'ઓફિશિયલ' લેબલ જોવા મળ્યું છે.
Twitter Blueથી નવી ફિચર્સ મળશે
એલન મસ્કે કહ્યું હતું કે જે યુઝર્સ ટ્વિટર પર બ્લૂ ટિક માટે દર મહિને 8 ડોલર ચૂકવે છે તેમને વધુ સુવિધાઓ આપવામાં આવશે. બ્લૂ ટિકવાળા યુઝર્સને રિપ્લાય અને સર્ચમાં પ્રાથમિકતા મળશે. આ ફીચર દ્વારા સ્પામ અને બોટ એકાઉન્ટને દૂર કરવાનું સરળ બનશે.
જે યુઝર્સ ટ્વિટર પર દર મહિને 8 ડોલર ચૂકવે છે તેમને લાંબા વીડિયો અને ઑડિયો પોસ્ટ કરવાની સુવિધા મળશે. આ યુઝર્સને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે કામ કરતા પ્રકાશકોની સામગ્રી માટે પણ ચૂકવણી કરવાની રહેશે નહી.