શોધખોળ કરો
ટ્વીટર લાવી રહ્યું છે એકદમ ખાસ ફિચર, હવે તમે નક્કી કરી શકશો કોન કરશે રિપ્લાય
આ ફિચર આવ્યા બાદ તમારા ટ્વીટને બીજા યૂઝર રિટ્વીટ અને લાઇક તો કરી શકશે, પણ જો તમે સેટિંગ્સમાં ફેરફાર કર્યો હશે તો તેઓ તમારા ટ્વીટ પર રિપ્લાય નહીં કરી શકે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિચરનો ફાયદો સૌથી વધુ ફાયદો સેલિબ્રિટીઓને થશે
નવી દિલ્હીઃ માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વીટર બહુ જલ્દી એક ખાસ ફિચર લૉન્ચ કરવાનુ છે, આ ફિચરથી યૂઝર નક્કી કરી શકશે કે કોન તમારા ટ્વીટનો રિપ્લાય કરી શકે છે. ટ્વીટરે કહ્યું કે હાલ આ ફિચર પર ટેસ્ટિંગ ચાલુ છે.
આ ફિચર આવ્યા બાદ તમારા ટ્વીટને બીજા યૂઝર રિટ્વીટ અને લાઇક તો કરી શકશે, પણ જો તમે સેટિંગ્સમાં ફેરફાર કર્યો હશે તો તેઓ તમારા ટ્વીટ પર રિપ્લાય નહીં કરી શકે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિચરનો ફાયદો સૌથી વધુ ફાયદો સેલિબ્રિટીઓને થશે.
ખરેખરમાં, ટ્વીટર પર અલગ અલગ ક્ષેત્રના સેલિબ્રિટીઓના ટ્વીટ કરતાં જ તમામ ટ્રૉલ એકાઉન્ટ તેમના ટ્વીટ પર રિપ્લાય કરવા લાગે છે, આ રિપ્લાયમાં ક્યારેક તેઓ ખરાબ અને અશ્લીલ કૉમેન્ટ પણ કરે છે. આ ફિચર હાલ ટેસ્ટિંગ મૉડમાં છે, અને બહુ જલ્દી અવેલેબલ થઇ જશે.
જાણો કઇ રીતે કામ કરે છે ફિચર.....
- જ્યારે તમે ટ્વીટર પર ટ્વીટ કરવાની શરૂઆત કરો છો, તો તમને એક ઓપ્શન મળશે “Everyone can reply.”
- જ્યારે તમે આના પર ક્લિક કરશો તો તમારી પાસે ત્રણ ઓપ્શન આવશે, પહેલુ “everyone", બીજુ “people you follow” અને ત્રીજુ “Only people you mention”.
- તમે આ ત્રણ ઓપ્શનમાંથી તમારો વિકલ્પ પસંદ કરી શકો છો. અને જ્યારે બીજો ઓપ્શન સિલેક્ટ કરો છો, ટ્વીટર તેને હાઇલાઇટ કરી દેશે, જેનાથી યૂઝર્સ સમજી શકે કે તે ટ્વીટ પર રિપ્લાય કરી શકશે કે નહીં. જોકે જે લોકોને યૂઝરે પરવાનગી આપી છે, તેઓ ટ્વીટ પર પોતાનો રિપ્લાય કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
દેશ
Advertisement